શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. છોલે બનાવવા માટે
  2. 250 ગ્રામબાફેલા કાબુલી ચણા
  3. 1/2 કપઝીણી સમારેલી/છીણેલી ડુંગળી
  4. 1.5 કપટોમેટો પ્યૂરી
  5. આદુ-લસણ ની પેસ્ટ 1 ટે.ચમચી
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 2 ટી.સ્પૂનલાલ મરચું
  8. 1 ટી.સ્પૂનહળદર
  9. 2 ટી.સ્પૂનધાણાજીરું
  10. 2 ટી.સ્પૂનછોલે મસાલો
  11. 1-1.5 કપબાફેલાં ચણા નું પાણી
  12. ભટૂરા બનાવવા માટે
  13. 2 કપમેંદો
  14. 2 ટી.સ્પૂનસોજી
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. 1 ટી.સ્પૂનબેકિંગ પાઉડર
  17. 1/4 ટી.સ્પૂનબેકિંગ સોડા
  18. 3-4 ટી.સ્પૂનદહીં
  19. 2 ટી.સ્પૂનઘી
  20. 1/2-3/4 કપપાણી
  21. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ છોલે બનાવવા માટે કાબુલી ચણાને 4-5 કલાક પલાળી લેવા. ત્યારબાદ ચણા પલાળ્યા હોય એ પાણી કાઢી ને 2-3 વખત સારી રીતે ધોઇ લેવા. હવે એક કોટન નું કપડું અથવા રૂમાલ લેવુ. તેમાં 1-1 તમાલપત્ર, લવિંગ, ઇલાયચી, તથા 1 ટી.ચમચી ચા ની ભૂકી એડ કરી પોટલી વાળવી. ખુલી ન જાય એ રીતે ગાંઠ વળવી. હવે એક કૂકર માં પલાળેલા ચણા લઈ તેમાં પાણી, થોડું મીઠું તથા તૈયાર કરેલી પોટલી એડ કરવી.(આ પોટલી થી ચણા નો રંગ સરસ બ્રાઉન થાય છે તથા સ્વાદ પણ સરસ લાગે છે). 20 મિનિટ અથવા 6-7 વિસલ કરી બાફી લેવા.

  2. 2

    હવે ભટૂરા નો લોટ બાંધવા માટે એક બાઉલ માં મેંદો, સોજી, મીઠું, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, દહીં તથા ઘી એડ કરી હાથ થી મિક્સ કરવું, હવે તેમાં થોડું થોડું પાણી એડ કરી રોટલી જેવું નરમ લોટ બાંધવું. આ લોટ પર થોડું તેલ લગાવી ઢાંકી ને 30 મિનિટ માટે રેસ્ટ આપવું.

  3. 3

    છોલે નુ વઘાર કરવા માટે એક કઢાઈ માં તેલ લેવુ, તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી એડ કરવી. તેમાં મીઠું એડ કરવુ જેથી ડુંગળી જલ્દી સંતળાઇ જાય. ડુંગળી ને હલાવતા રહી બદામી રંગની થાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ એડ કરવી. હવે તેમાં ટોમેટો પ્યોરી એડ કરી કૂક થવા દેવું.

  4. 4

    બધું એકરસ થઈ જાય અને સાઇડ માં તેલ છૂટે ત્યારબાદ તેમાં જરૂર મુજબ મીઠું, હળદર, મરચું, ધાણાજીરું તથા છોલે મસાલો એડ કરી 2 મિનિટ માટે સાંતળવુ. હવે તેમાં થોડું બાફેલાં ચણા નું પાણી (અંદાજિત 1 કપ, પાણી વધારે ન,નાખતા, થોડું થોડું જ એડ કરવુ) એડ કરી ગ્રેવી તૈયાર કરવી.

  5. 5

    હવે ગ્રેવી ઉકળે એટલે તેમાં બાફેલાં કાબુલી ચણા એડ કરવા. 2-3 મિનિટ મિડિયમ ફલૅમ પર કૂક કરવા જેથી બધા મસાલા ચણા માં મિક્સ થઇ જાય.

  6. 6

    ભટૂરા બનાવવા માટે તૈયાર કરેલી કણક માં થોડું તેલ લગાવી 3-4 મિનિટ મસળવું. તેમાં થી લુઆ કરી, પાટલી ઉપર તેલ લગાવી ને સામાન્ય પૂરી કરતાં થોડી મોટી પૂરી વણવી.(અટામણ મા કોરા લોટ નો ઉપયોગ ન કરવું, તેલ જ લગાવવું) ફાસ્ટ ફલૅમ પર તળી લેવી.

  7. 7
  8. 8

    ભટૂરે તળાઈ જાય એટલે છોલે ને ડુંગળી ની રીંગ તથા કોથમીર થી ગાનિઁશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes