સ્ટફડ કેપ્સિકમ :::(Stuffed Capsicum recipe in Gujarati)

Vidhya Halvawala @Vidhya1968
સ્ટફડ કેપ્સિકમ :::(Stuffed Capsicum recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વાડકામાં ૩ - ૪ ચમચા તેલ ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ ને શેકવો, લોટ થોડો ગુલાબી થાય એટલે સીંગદાણા નાખી શેકવું,
- 2
હવે તેમા ધાણાજીરું,હળદર, મીઠું અને ગોળ ઉમેરી મિકસ કરવુ. અને ગેસ બંધ કરવો.
- 3
તૈયાર સ્ટફીંગ ને એક થાળી મા ઠંડુ પડવા બાજુમાં રાખવુ. અને કોથમીર ભભરાવવી. હવે બીજા વાડકામાં ૪ ચમચી તેલ ગરમ થાય એટલે રાઈ તતડાવી હીંગ નાખી,
- 4
(થાળીમાં ઠંડો કરવા મુકેલા મસાલા થી બધા કેપ્સિકમ ભરી દેવા,) કેપ્સિકમ ગોઠવી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચઢવા દેવા, વચ્ચે વચ્ચે કેપ્સિકમ ને ઉલટ પુલટ કરતા રહેવુ. કેપ્સિકમ ચઢી જાય એટલે વધેલો મસાલો નાખી પાંચ મિનિટ માટે થવા દેવુ.
- 5
સ્ટફડ કેપ્સિકમ તૈયાર છે તેને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13169888


















ટિપ્પણીઓ (3)