ખીચું (પાપડીનો લોટ) (Papdi no lot recipe in Gujarati)

પાપડી નો લોટ એ ચોખાના લોટમાંથી બનાવવામાં આવતી પરંપરાગત ગુજરાતી વાનગી છે. ચોખા ના લોટને પહેલાં ગરમ પાણી માં થોડા જરુરી મસાલા સાથે મીક્ષ કરવામાં આવે છે, અને પછી એને બાફવામાં આવે છે. એ સામાન્ય રીતે ખીચું કે ખિચ્યા એવા નામ થી પણ ઓળખવામાં આવે છે. તેમાં ખુબ જ ઓછા મસાલા જે ઘરમાં જ હોય જેમકે, લીલી મરચાં,આખું જીરું , મીઠું, ખારો અને જરા સોડા નાંખી ને બનાવવાનાં આવે છે. બધાની તે બનાવવા ની રીત ઘર મુજબ બદલાય છે. બધા પોતાના ટેસ્ટ મુજબ બનાવતાં હોય છે. ઘણાં લોકો એમાં તલ અને અજમો પણ ઉમેરતાં હોય છે.
ગુજરાતીઓ ની ઘરે આ પાપડીનો લોટ એટલેકે ખીચું અવાર નવાર બનતું જ હોય છે. મોટે ભાગે બધાં ઉનાળાની ગરમી માં આખા વરસ માટે પાપડી બનાવી ને મુકે, એટલે એ સમય પર તો ખાસ બધા ની ઘરે આ લોટ બનતો હોય છે. એક કીલો ચોખાનો લોટ હોય તો 20 ગ્રામ મીઠું અને 20 ગ્રામ ખારો યુઝ કરી પાપડી નો લોટ બનાવવવો. મારી મોમ નું માપ છે, એકદમ પરફેક્ટ માપ છે. બહુ જ સરસ પાપડી બંને છે.
મારો અને મારી દિકરી નો આ પાપડી નો લોટ ખુબ જ ફેવરેટ છે. એકદમ મસ્ત ચટાકેદાર.. મઝા પડી જાય ખાવાની, બાફેલો હોય એટલે નડે પણ નહિ. અમે ઘણી વાર નાસ્તામાં કે કેટલીક વાર લાઈટ ડીનર કરવું હોય તો આ ખીચું બનાવતાં હોઈએ છીએ. જલદી પણ બની જાય અને કશું સરસ ખાધા નો આનંદ પણ આપે. ઘણાી વાર ઘણાં ને એ બાફેલા લેટ ને જોઈને ખાવાનું મન ના થાય, સાદું સીધું લોટ નું લોચા જેવું લાગે, એટલે એ લોકો માટે મેં આજે નાના મોલ્ડમાં મુકી બાઈટ સાઇઝ નું કર્યું છે. એટલે એ જોઈને પણ ખાવાનું મન થઈ જાય.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક વાસણમાં પાણી ગરમ કરવા મુકો. ખીચું એકદમ સરસ બનાવવા માટે હંમેશા જેટલો લોટ હોય એનાં કરતાં ત્રણ ગણું પાણી લેવું જરુરી છે. કોઈ ક વાર લોટ બહુ જુનો હોય તો જરા વધારે પાણી ની જરુર પડે છે. બાકી ૧:૩ ના માપ થી એકદમ પરફેક્ટ ખીચું બંને છે. એટલે જે વાટકી કે ચમચા થી લોટ લો એનાં થી જ ૩ ગણું પાણી માપી ને લો. પાણી જરા ગરમ થાય એટલે મીઠું, આખું જીરું,ખારો અને બેકીંગ સોડા ઉમેરો. મીરચી કટરમાં પીસેલાં લીલાં મરચાં ઉમેરો.
- 2
પાણીમાં બબલ આવે એટલે ગેસ એકદમ ધીમો કરી ચોખાનો લોટ ઉમેરો.વેલણ થી સરસ હલાવી ને લોટ ને પાણી માં મીક્ષ કરો. આ કામ ખુબ ફટાફટ કરવાનું છે, નહીં તો લોટ માં ગાંઠો પડસે. સરસ રીતે લાકડાનાં વેલણ થી મીક્ષ કરી લીધાં પછી ગેસ બંધ કરી દો.
- 3
હવે, લોટ ને બાફવાનો છે. આ કરવું ખુબ જ જરુરી છે. એકદમ સરસ લોટ તૈયાર થસે. એક વાસણમાં પાણી મુકી ઢોકળા મુકતાં હોય એ રીતે પણ લોટ બાફી સકાય છે. હું કુકર માં બાફું છું,જલદી થઈ થઈ જાય છે. કુકરમાં કાંઠો મુકો, નીચે પાણી ઉમેરો. હવે, કુકરનાં ડબ્બાં તેલ ઉમેરો. તેમાં બનાવેલ ચોખાનો લોટ નાંખો. હું ઉપર થી ખાતી વખતે કાચું તેલ નથી લેતી એટલે અંદર જ સરખું તેલ નાખું છું. તમે ઉપર થી ખાતી વખતે તેલ લેવાનાં હોવ તો બાફતી વખતે ઓછું તેલ નાંખો.
- 4
હવે, કુકર નું ઢાંકણ બંધ કરી દો. ૧૦-૧૨ મીનીટ માટે એને મીડીયમ ગેસ પર સરસ ચડવા દો. ખાસ એ વાતનું ધ્યાન રાખો કે કુકરમાં સીટી નથી મુકાવાની. એમ જ મુકવાનું છે. ૧૨ મીનીટ પછી ગેસ બંધ કરી દો.
- 5
કુકર ખોલી લોટ ને ચમચી થી સરસ હલાવી લો. તૈયાર છે, ટેસ્ટી ખીચું.
- 6
આ ખીચા પર જોઈએ તો જરા તેલ લો. ઉપર મેથી નો મસાલો (અથાણાંનો મસાલો)ભભરાવો અને ગરમ ગરમ સ્વાદિષ્ટ ખીચું એન્જોય કરો.
- 7
- 8
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (14)