જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati)

Nirali Dudhat @cook_19818473
જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને ટામેટું અને લીલુંમરચું નાખીને પ્રેશરકુકરમાં ચારથી પાંચ whistle કરી બાફી લો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરી જીરુ હિંગ લાલ સૂકા મરચાં હળદર પાઉડર અને આદુ-લસણનું છીણએડ કરો.
- 3
પછી તેમાં ચોપ કરેલો કાંદો ધાણાજીરું ગરમ મસાલો અને મીઠું એડ કરો અને બધુ મિક્સ કરી ચડવા દો
- 4
દાળમાં બફેલો ટમેટૂ સૂકું લાલ મરચું અને લીલું મરચું આ બધાને પેસ્ટ કરી લો અને તે પણ એડ કરો
- 5
ત્યારબાદ બાફેલી દાળ એડ કરીને અડધો ગ્લાસ પાણી ઉમેરી ચડવા દો.
- 6
દાળ બરોબર ચડે એટલે તડકા માટે તેલ ગરમ કરી તેની અંદર આખું જીરૂ ચપટી હિંગ સૂકું લાલ મરચું અને કાશ્મીરી લાલ મરચું ઉમેરો અને દાળમાં તડકો એડ કરો
- 7
તડકો ઉમેરી દાળ રેડી છે
- 8
પ્રેશર કુકરમાં ઘીને ગરમ કરી જીરુ રાઈસ અને જરૂર પ્રમાણે પાણી એડ કરો અને ધીમા ગેસ પર ત્રણ વિશલ કરી લો.
- 9
જીરા રાઈસ દાલ ફ્રાય
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13313314




















ટિપ્પણીઓ (2)