ફરાળી મસાલા ઇડલી(farari masala idli recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

ફરાળી મસાલા ઇડલી(farari masala idli recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ખીરું બનાવવા માટે
  2. ૧૧/૨ કપ મોરૈયો
  3. ૨-૩ ચમચી દહીં
  4. મસાલા માટે
  5. ૨ ચમચીતેલ
  6. ૧/૪ ચમચીજીરું
  7. ૧ નંગકાપેલું લીલું મરચું
  8. ૨ ચમચીકાજુ ના ટુકડા
  9. ૨ ચમચીબદામ ના ટુકડા
  10. ૮-૧૦ લાલ દ્રાક્ષ
  11. ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  12. ૩ નંગબાફેલા બટાકા
  13. ૧ ચમચીલીંબુ નો રસ
  14. ૧ ચમચીલીલી ચટણી(ફરાળી)
  15. ૧ ચમચીધાણાજીરું
  16. ૧ ચમચીગરમ મસાલો
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. ૧/૪ ચમચીહળદર
  19. ૧ ચમચીસુકા નારીયેળ નું છીણ
  20. ખીરા ના મસાલો
  21. ૧ ચમચીમરી પાઉડર
  22. ૧/૨ ચમચીખાવા નો સોડા
  23. ૧ ચમચીલીબું નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મોરૈયા ને ધોઇ રથી૩ કલાક માટે માટે પાણી નાંખી બોળી રાખવું હવે તેમાં ૩ ચમચી દહીં નાંખી ઇડલી જેવું ખીરું તૈયાર કરવું.

  2. 2

    હવે એક પેન માં તેલ લો. ગરમ થાય એટલે તેમાં,જીરું,લીલું મરચું,કાજુ ના ટુકડા,બદામ ના ટુકડા,લાલ દ્રાક્ષ, નાંખી મિક્ષ કરી લો.હવે તેમાં આદુ ની પેસ્ટ, નાંખી ૧ મિનિટ સાંતળી લો.

  3. 3

    હવે તેમાં બાફેલા બટાકા,લીલી ચટણી, ધાણાજીરું હળદર, ગરમ મસાલો, સુકા નારીયેળ નું છીણ મીઠું નાંખી મિક્ષ કરો.

  4. 4

    હવે બનાવેલ ખીરા માં મરી પાઉડર,ખાવાનો સોડા,લીબું નો રસ નાંખી મિક્ષ કરો.

  5. 5

    હવે નાની નાની વાટકી લઇ તેલ વડે ગી્સ કરી ખીરું ભરી ૧૦ મિનિટ માટે ઢોકળા ના કુકર માં સ્ટીમ કરી લો.

  6. 6

    હવે બહાર કાઢી વચ્ચે થી કાપી લો. હવે એક બાજુ ચટણી લગાવો. બનાવેલ પુરણ મુકો.

  7. 7

    બીજી કાપેલી ઇડલી મુકી તેલ વડે શેકી લો.સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes