અપ્પે

રવા અપ્પે એ ઇન્સ્ટન્ટ દક્ષિણ ભારતીય નાસ્તા માટે ની વાનગી છે જે સ્વાદિષ્ટ અને બનાવવામાં માટે ખૂબ જ સરળ છે. તે કેવી રીતે બનાવવું તે અહીં મેં મારી સ્ટાઇલ થી બતાવ્યું છે. પસંદ આવે તો લાઇક અને કોમેન્ટ આપજો 👍
અપ્પે
રવા અપ્પે એ ઇન્સ્ટન્ટ દક્ષિણ ભારતીય નાસ્તા માટે ની વાનગી છે જે સ્વાદિષ્ટ અને બનાવવામાં માટે ખૂબ જ સરળ છે. તે કેવી રીતે બનાવવું તે અહીં મેં મારી સ્ટાઇલ થી બતાવ્યું છે. પસંદ આવે તો લાઇક અને કોમેન્ટ આપજો 👍
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક વાસણમાં રવો લઈ તેમાં આદુ નું છીણ, મરચાં ની કટકી, મીઠું, ધણા જીરૂ, લાલ મરચું પાઉડર, બટેટા ની છીણ, ઝીણી સમારેલી કોથમીર નાખી સરખું મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં દહીં નાખી મિક્સ કરો અને જરૂર પડે એમ ધીમે ધીમે પાણી ઉમેરો અને મિક્સ કરો.
- 3
બેટર એકદમ જાડું રાખવાનું છે. સાવ પાતળું નથી કરી નાખવાનું. ત્યારબાદ તેમાં બેંકિંગ સોડા નાખી તેના ઉપર 7 - 8 લીંબુ નો રસ નાંખો જેનાથી સોડા જલ્દી એક્ટિવેટ થાય છે. અને તેને સરસ રીતે મિક્સ કરી લો. (સોડા ત્યારે જ નાખો જ્યારે તમારે અપ્પે બનાવવા હોય.)
- 4
અને તરત જ તેનો વઘાર કરો. વઘાર કરવા માટે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ અને મીઠા લીમડાના પાન નાખી તૈયાર કરેલાં બેટર માં નાખી દો અને સરસ મિક્સ કરી લો.
- 5
ત્યારબાદ અપ્પે ની પેન માં અપ્પે તેલ ગ્રીસ કરી ચમચી વડે અપ્પે નાંખો. એક બાજુ સરસ આછા ગોલ્ડન કલરનું થાય એટલે તેને ફેરવીને પકાવો. તો તૈયાર છે આપણા અપ્પે. તેને લીલી ચટણી કે ટામેટા ના સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ