હેલ્થી સપ્રૌટ્સ વીથ પનીર (Healthy sprouts with paneer recipe in gujarati)

#નોર્થ
# Gujarati
હેલ્થી સપ્રૌટ્સ વીથ પનીર (Healthy sprouts with paneer recipe in gujarati)
#નોર્થ
# Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મઠ ને ધોઈ નાખો અને પાણી માં એક રાત સુધી પલાળી રાખો
- 2
ત્યારબાદ સવારે તેને પાણી માં થી બહાર બાઉલ માં કાઢી લો,
- 3
હવે એક કોટન નું કપડું લઈ મઠ ને તેની અંદર નાખી પોટલી બાંધી લો,
- 4
આ બાંધેલા મઠ ને ચારણી ની અંદર રાખી મૂકો દિવસ માં એક બે વાર તેની ઉપર પાણી નો છંટકાવ કરવો જેથી કપડું થોડું ભીનું રહે,બીજે દિવસે સવારે તે ખોલી ને જોશો તો બહુ સરસ ઉગી ગયા હશે,
- 5
આ મઠ ની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે ખૂબ જ હેલ્થ માટે સારું છે અને તેમાં પનીર નાંખવા થી વધારે healthy બને છે,
- 6
મઠ ને બનાવવા માટે સૌ પ્રથમ ફણગાવેલા મઠ ને કપડાં માં થી એક બાઉલ માં કાઢી લો,અને પાણી નાખી દો,
- 7
હવે, એક કૂકર માં તેલ ગરમ કરવા મૂકો,તેમાં સૂકું લાલ મરચું, મીઠાં લીમડાના પાન અને હિંગ નાખી દો,અને પછી 1/2ચમચી વઘાર માં લાલ મરચાં નો પાઉડર નાખી મઠ ઉમેરો,
- 8
- 9
ત્યારપછી તેમાં બધાં જ મસાલા નાખો,
- 10
હવે બધું બરોબર મિક્સ કરી લો,અને કૂકર નું ઢાંકણું બંધ કરી ૨ સિટી વગાડો,
- 11
કૂકર થઈ ગયા પછી તેને ઠંડુ થવા દો, ઠંડુ થાય એટલે ઢાંકણ ખોલી લો અને તેમાં ખમણેલું પનીર નાખી મિકસ કરી લો અને ઉપર બારીક સમારેલી કોથમીર ભભરાવી દો,
- 12
ગરમ ગરમ એક ડિશ માં કાઢી તેની ઉપર લીંબુ નો રસ, થોડો ચાટ મસાલો અને પનીર ખમણી ને નાખો,તો તૈયાર છે હેલ્થી સપ્રૌટ્સ..
- 13
તમે પણ જરૂર ટ્રાય કરજો બાળકો ને ખૂબ મજા આવશે..આભાર.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ