મેદુવડા (menduwada recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ અને કણકી ને ૬ થી ૭ કલાક સુધી પલાળી રાખો પછી તેમાંથી પાણી નિતારી ને મિક્સરમાં ક્રશ કરી લો
- 2
પછી તેમાં મીઠું, હીંગ, લીલાં મરચાં, આદુ છીણેલું, જીરું નાખી ને જાડું ખીરું તૈયાર કરો
- 3
સંભાર માટે દાળને ધોઈને તે માં ટામેટા, હળદર પાઉડર નાખીને કુકરમાં બાફી લો પછી એક વાસણમાં તેલ ગરમ મૂકી ને રાઈ, હીંગ અને જીરું નો વઘાર મુકીને તેમાં લવિંગ, તામ્રપત્ર, મરચાં નાખીને બાફેલી દાળ ઉમેરો અને મસાલા નાખી દો ગરમ મસાલો અને સંભાર મસાલો ૧ વાટકી માં ૨ ચમચી પાણી મેળવીને રાખી મુકો અને સંભાર ઉકળવા લાગે એટલે તેમાં નાખી દો
- 4
વડા ઉતારવા માટે તેલ ગરમ મૂકી એક વાટકી ઉપર તળીયે પાણી લગાવીને ખીરું મુકી ને વચ્ચે પાણી વાળી આંગળી વડે હોલ પાડી તેલમાં પાડો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને ગરમ ગરમ સંભાર સાથે પીરસો.... આભાર...્
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13527568








ટિપ્પણીઓ (2)