ખાટ્ટા ઢોકળા(Dhokla Recipe In Gujarati)
#ટ્રેડિંગ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાળ ને 3વાર સારી રિતે ધોઈ 6થી 8કલાક પલાળી રાખવી.
- 2
હવે દાળ માં દહીં નાખી મિક્સર માં વાટી લેવી પછી 3, 4 કલાક રેવા દેવી. પછી એમાં મીઠું, હરદળ, હિંગ અને આદું મરચાં પેસ્ટ નાખી મિક્સ કરી લો.
- 3
હવે ખીરા માં ઇનો નાખી થોડુ પાણી નાખી મિક્સ કરી ઢોકળા ની થાળી માં તેલ લગાવી એમાં રેડી ઉપર લાલ મરચું ભભરાવી સ્ટીમ કરવા મૂકી દો. 10થી 15 મિનિટ માંથઇ જશે
- 4
પછી થાળી કાઢી ઉપર સીંગતેલ લગાવી કટ કરી લો. 6, 7કળી લસણ, જીરું,લાલ મરચું થોડુ તેલ, મીઠું અને ઢોકળા ના 3, 4કટકા નાખી થોડુ પાણી નાખી મિક્સર માં ક્રશ કરી ચટણી બનાવી ઢોકળા સાથે સર્વં કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13671066













ટિપ્પણીઓ