પનીર પરચા(paneer parcha recipe in gujarati)

પનીર પરચા(paneer parcha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા ડુંગળી નો બિરસ્તો બનાવી લો.
- 2
- 3
હવે બિરસ્તો અને દહીં મિકસી માં લઈ પીસી લો.
- 4
એક પેન માં કાજુ અને સૂકાં લાલ મરચા લઈ તેમાં પાણી નાખી 7 થી 8 મિનિટ સુધી બોઇલ કરી લો. ઠંડુ કરી તેને પીસી લો.
- 5
- 6
ટામેટાં ને પણ મોટાં કટ કરી પીસી લો.
- 7
હવે ગ્રેવી બનાવી લઈશું. તેના માટે એક પેનમાં તેલ લઇ તેમાં લવિંગ,ઈલાયચી, બાદિયા,વરિયાળી અને કસુરી મેથી ઉમેરી થોડું શેકી લો.
- 8
આમાં બિરસ્તો અને દહીં ની પેસ્ટ ઉમેરી લો. આને 3 મિનિટ શેકી લો ત્ત્યારબાદ તેમાં કાશ્મીરી લાલ મરચું,ધાણા પાઉડર અને હળદર ઉમેરી 2 મિનિટ સાંતળી લો.
- 9
હવે ટામેટાં ની પેસ્ટ એડ કરી લો. તેમાં મીઠું નાખી થોડું પકાવો.
- 10
હવે આમાં કાજુ, મરચાં ની પેસ્ટ ઉમેરી ને 1 ગ્લાસ પાણી નાખી ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સેકાવા દો. ગેસ બંધ કરી લો.
- 11
ગ્રેવી ઠંડી કરી તેને ચાળણીથી ગાળી લો.
- 12
ગ્રેવી માં બટર નો તડકો લગાવીશું. તેના માટે એજ પેન માં બટર લઈ તેમાં ખાંડ નાખી તરત ગ્રેવી ઉમેરી લોમ થોડું સિલ્કી થાય પછી તેમાં ક્રીમ ઉમેરી 2 મિનિટ શેકી ગેસ બંધ કરી લો. ગ્રેવી સ્મૂથ તૈયાર થશે.
- 13
હવે પનીર પરચા માટે એનું ફિલિંગ તૈયાર કરી લઈશું. તેના માટે એક પેન માં તેલ લઇ તેમાં મરચું, આદું,કાજુ,દ્રાક્ષ,પનીર, બટાકું,કોર્ન, મટર અને ગાજર ઉમેરી 2 થી 3 મિનિટ ઢાંકીને પકાવી લો.
- 14
ઠંડુ થાય પછી તેને મિક્સી માં એક વાર ફેરવી લો.
- 15
આને પેન માં લઈ તેમાં લાલ મરચું,મીઠું અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો. થોડાં ધાણા ઉમેરી ગેસ બંધ કરી લો. પનીર પરચા નું ફીલિંગ તૈયાર છે.
- 16
હવે પનીર પરચા માટે એક પનીર નો બ્લોક લઈ તેમાંથી 2 કે 4 પાતળી સ્લાઈસ કરી લો. હવે આની એક સ્લાઈસ પર ફીલિંગ મૂકી ઉપર બીજી સ્લાઈસ મૂકી દો.
- 17
હવે ગ્રિલિંગ પેન માં બટર,ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા ઉમેરી પનીર પરચા શેકવા મૂકી દો. બંને બાજુ પલટાવીને શેકી લો.
- 18
તૈયાર છે પનીર પરચા.
- 19
આના સાથે મે મટર જીરા રાઈસ પીરસ્યા છે. તમે પરોઠાં, ફૂલકા સાથે પીરસી શકો.
- 20
Keywords
Similar Recipes
More Recipes
























































ટિપ્પણીઓ (17)