કોનૅ સેન્ડવીચ (Corn Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેપ્સીકમ અને ડુંગળીને ઝીણી સમારી લો. ત્યારબાદ મકાઈ ના દાણા કાઢી અને બાફી લો.
- 2
હવે એક બાઉલમાં મકાઈના દાણા કેપ્સીકમ ડુંગળી મિક્સ કરો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરી પાઉડર ઉમેરો. ત્યારબાદ તેમાં ૩ ચમચી તીખી ચટણી અને બે ચમચી માયોનીઝ ઉમેરો ત્યારબાદ એમાં ચીઝ ખમણી મિક્સ કરો વધુ વ્યવસ્થિત મિક્સ કરી લેવું પણ એક વાતનું ધ્યાન રાખો કે તેને બહુ મિક્સ કરવું નહીં કારણકે તેમાં ચીઝ અને માયોનીઝ છે જેના લીધે મસાલો ઢીલો પડવાની શક્યતા રહેશે.
- 3
હવે બ્રેડની સ્લાઈસ લઈ એના પર બટર લગાવી અને બીજી સ્લાઈસ પર લીલી ચટણી લગાવો ત્યારબાદ લીલી ચટણી લગાવેલી સ્લાઇસ પર તૈયાર કરેલો મસાલો પાથરી તેને ગ્રીલ કરવા માટે તેના મશીન માં મુકો બંને બાજુ ગોલ્ડન કલરની થાય તે રીતે શેકો.
- 4
આ સેન્ડવીચ માં બધી જ વસ્તુઓ હેલ્થી યુઝ કરવામાં આવેલી છે તો બાળકોને પ્રિય એવી કોન સેન્ડવીચ તૈયાર છે સેન્ડવીચ ને ટમેટો કેચપ તથા લીલી ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ