તુરીયા ની છાલ ની ચટણી(Ridge Guard Peel Chutney recipe in Gujarati

Jagruti Desai @cook_21979039
તુરીયા ની છાલ ની ચટણી(Ridge Guard Peel Chutney recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
ચટણી બનાવવા માટે સૌ પ્રથમ એક તુરીયા ની છાલ લ્યો,
- 2
તેને સારી રીતે ધોઈ નાંખો,
- 3
પછી તેનાં નાનાં નાનાં ટુકડાં કરી લ્યો,
- 4
સીંગદાણા, મરચાં,લીંબુ અને કોથમીર લઈ લો,
- 5
હવે, મિક્સર જારમાં કાપેલી છાલ નાં ટુકડાં અને લીલાં મરચાં નાં ટુકડાં નાખો,
- 6
ત્યારપછી તેની અંદર જ સીંગદાણા ને ઉમેરો,
- 7
અને તેમાં કાપેલી કોથમીર,લીંબુ નો રસ,એક ચમચી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી દો,
- 8
હવે, બધું બરોબર પીસી લ્યો,
- 9
તો રેડી છે સ્વાદિષ્ટ ચટણી,હવે તેને એક બાઉલ માં કાઢી લો,અને સર્વ કરો,આ ચટણી તુરીયા ની છાલ માં થી બનાવી છે તેવું કોઈ કલ્પના પણ નહીં કરી શકે,ખૂબ જ ટેસ્ટી લાગે છે,
- 10
તમે પણ જરૂર ટ્રાય કરજો, (West out of best) ખાવા ની મજા આવી જશે.. આભાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13786335













ટિપ્પણીઓ