સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)

Hema Joshipura @cook_26380252
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક બાઉલ માં પાણી લગભગ પોણા કપ જેટલું લો તેમાં મીઠું,ખાંડ,હિંગ અને લીંબુ ના ફૂલ ને ઉમેરી બધું ઓગળે ત્યાં સુધી હલાવો
- 2
ત્યારબાદ તેમાં અદુમરચા ની પેસ્ટ,લસણ ની પેસ્ટ ઉમેરો બરાબર મિક્સ કરો
- 3
ત્યારબાદ તેમાં ધીમે ધીમે ચણા નો લોટ ઉમેરતા જાવ અને એક જ તરફ હલાવતા જાવ અને બધું બરાબર મિકસ કરો
- 4
હવે એક કડાઈમાં પાણી મૂકી તેના પર એક કાંઠો મૂકી જે વાસણ માં ખમણ કરવા હોય અને તેલ લગાવી એમાં ગરમ કરવા મૂકો
- 5
હવે છેલ્લે આ મિશ્રણ માં ખાવાનો સોડા નાખી ખૂબ ફીણો અને તરત તેને વાસણ મા રેડી દો અને ઢાંકી ૧૫_૨૦ મિનિટ બાફવા દો
- 6
ત્યારબાદ બહાર કાઢી બરાબર થડું પડે ત્યાં સુધી રહેવા દો
- 7
હવે તૈયાર ખમણ ને ખમણી ની મદદ થી જીનો ભૂકો કરી લો
- 8
હવે એક પેન મા તેલ મૂકી રાઈ, તલ લીલામાર્ચા નાખી વઘાર તૈયાર કરી લો અને હવે તેમાં ખમણ નો ભુક્કો નાખી બધું બરાબર મિક્સ કરી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13876927



ટિપ્પણીઓ