છોલે (chole Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શોધ અને ૪ થી ૫ કલાક પલાળી રાખો. ત્યારબાદ તેમાં ટી બેગ મૂકી મીડીયમ flame પર પાંચથી છ સીટી વગાડી લો. પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુ તજ લવિંગ વઘારના મરચા, તમાલપત્ર નાખો.
- 2
પછી તેમાં ડુંગળી એડ કરો. તે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લો. પછી તેમાં આદુ મરચા લસણ એડ કરો. તેને પણ એક-બે મિનિટ શેકી લો. પછી તેમાં ટામેટાં કરો. હવે તેલ છૂટું પડે ત્યાં સુધી શેકી લો. પછી તેમાં બધા મસાલા એડ કરી લો.
- 3
હવે બધું સારી રીતે મિક્સ કરી લો. હવે થોડું ઠંડુ થઇ ગયા બાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો. ચણા બફાઈ ગયા બાદ તેમાંથી ટી બેગ કાઢી લો. મિક્સર માં ગ્રેવી બનાવી લીધા બાદ એક કડાઈમાં તેલ મૂકી થોડું જીરું તજ લવિંગ નાખીને ગ્રેવી એડ કરી અને શેકી લો.
- 4
ગ્રેવી શેકાઈ ગયા બાદ તેમાં બાફેલા ચણા એડ કરી લો. પછી ઢાંકણ બંધ કરી દસથી પંદર મિનિટ મીડીયમ પર ઉકળવા દો. તૈયાર છે પંજાબી છોલે.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ