આમળાનું જીવન(Amla jeevan recipe in Gujarati)

Trusha Riddhesh Mehta @cook_26548237
આમળાનું જીવન(Amla jeevan recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આમળા લઈ તેને ધોઈ લો. તેમા ચપ્પુ થી આકા પાડી લો. તેને કૂકર માં ડૂબાડૂબ પાણી લઈ બાફી લો. ૪ થી ૫ સિટી વગાડવી.
- 2
બફાય જાય પછી તેને ફોલી ને બીજ કાઢી લો. અને તેના કટકા કરી લો. તેને મિક્ષર માં લઈ ક્રશ કરી લો. સાવ ઝીણું ક્રશ કરી લો. થોડા નાના નાના પીસ રહે તો રાખવા.
- 3
હવે આ મિશ્રણ ને એક લોયા માં લો. તેમા સાકર ઉમેરી સતત હલાવતા રહો. થોડા ફાસ્ટ ગેસ પર રાખી હલાવવું. સાથે તેમા ભાવે તો પીપરીમૂળ સ્વાદ મુજબ ઉમેરી થોડું લચકા જેવું થાય ત્યા સુધી થવા દેવું. પછી વાટકી માં કાઢી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14137498










ટિપ્પણીઓ