સાલમ પાક.(salam pak Recipe in gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામમાવો
  2. 500 ગ્રામખાંડ
  3. 500 ગ્રામદૂધ
  4. 400 ગ્રામજામખંભાડિયા ઘી
  5. 100 ગ્રામદેશી ઘી
  6. 50 ગ્રામબદામ
  7. 50 ગ્રામપિસ્તા
  8. 50 ગ્રામકાજુ
  9. 100 ગ્રામમગજતરઈ
  10. 50 ગ્રામઅખરોટ
  11. 50 ગ્રામઅંજીર
  12. 150 ગ્રામખજૂર
  13. 100 ગ્રામશિંગોડાનો લોટ
  14. 100 ગ્રામદરેલી ખારેક પાઉડર
  15. 2 ટેબલસ્પૂનકમર કકડી પાઉડર
  16. 2 ટેબલસ્પૂનગથોડા પાઉડર
  17. 2 ટેબલસ્પૂનસૂંઠ
  18. 2 ટેબલસ્પૂનગોખરું
  19. 1 ટેબલસ્પૂનસફેદ મરી પાઉડર
  20. 1 ટેબલસ્પૂનકાલી મરી પાઉડર
  21. 1 ટેબલસ્પૂનખસ્ખસ
  22. 1 ટેબલસ્પૂનસફેદ મુસરઇપાવડર
  23. 1 ટેબલસ્પૂનકાલી મુસરઇંપાવડર
  24. 1 ટી સ્પૂનપંજા સાલમ
  25. 1 ટી સ્પૂનજાવત્રી પાઉડર
  26. 1 ટી સ્પૂનપીપલ
  27. 1 ટી સ્પૂનજાયફડ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટી કઢાઈ લઈ ગેસ પર મૂકી એમાં 250 ગ્રામ ઘી ઉમેરો હવે એમાં માવો ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સેકો 100 ગ્રામ દેશી ઘી ઉમેરો ઘી પીંગડે એટલે દૂધ ઉમેરો, બંને ગરમ થાય એટલે એમાં ખાંડ ઉમેરી ખાંડ ઓગડી જાય ત્યાં સુધી થવા દો. પછી એમાં સૌ પ્રથમ બધા ડ્રાય ફ્રૂટનો અંદાકચારો ભૂકો ઉમેરો, અંજીર અને ખજૂર ને પેસ્ટ બનાવી ઉમેરો. બરાબર મિક્સ કરી લ્યો ગેસ ધીમો રખવો.

  2. 2

    હવે એમાં ખારેક પાઉડર અને શિંગોડાનો લોટ ઉમેરી મિક્સ કરો પછી એમાં ધીમે ધીમે બધા મસાલા ઉમેરતા જાઓ ગાંઠ ના રહે એમ મિક્સ કરો. હવે બીજું 100 ગ્રામ ઘી ઉમેરતા જઈ હલાવતા રહો. હવે માવો ઉમેરી મિક્સ કરી સરસ સેકી લો. ફરી 100 ગ્રામ ઘી ઉમેરી 20 થી 25 મિનિટ હલાવતા રહી થવા દો.

  3. 3

    હવે મિશ્રણ ઘટ થાય અને ઘી અલગ પડે એટલે એમાં થોડા સૂકા મેવાની મોટો ભૂકો ઉમેરી દો. પછી એક થાળીમાં ઘી લગાવી એમાં મિશ્રણ ને પાથરી દો બરાબર દબાવી ને સરસ કરીનેઉપર પિસ્તા ભભરાવી ૩ કલાક કે 4 કલાક ઠારવા દો પછી 30 મિનિટ ફ્રીઝમાં મૂકી દો પછી ચોરસ ટુકડા કરી લ્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes