વેજ કોલ્હાપુરી (no onion no garlic)(Veg kolhapuri recipe in Gujarati)

વેજ કોલ્હાપુરી (no onion no garlic)(Veg kolhapuri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં એક ચમચી તેલ લઇ સમારેલા બટાકા, અને ફ્લાવર ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેવા.
- 2
ત્યારબાદ ગાજર, ફણસી,વટાણા,અને કેપ્સિકમ સેકી લેવા.
- 3
હવે એ જ કડાઈ માં ગ્રેવી માટે સૌ પ્રથમ કોબીજ નાખી બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેવી.ત્યારબાદ કાજુ, માગજતરી ના બી, સૂકા લાલ મરચા, સૂકા કોપરાનું છીણ અને ટોમેટો નાખી. ટોમેટો કૂક થાય ત્યાં સુધી ૧૦-૧૨ મિનિટ ઢાંકી ને ચડવા દેવું.
- 4
ગ્રેવી નું મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર માં પીસી લેવું.
- 5
ત્યારબાદ કડાઇ માં ઘી લઈ સૌ પ્રથમ જીરું નાખવું.જીરું તતડે એટલે બધા ખડા મસાલા નાખવા અને સ્મેલ આવે ત્યાં સુધી સેકી લેવા. ત્યારબાદ તેમાં લાલ મરચાં ની પેસ્ટ નાખવું અને તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવવું.
- 6
ત્યારબાદ ગ્રેવી નાખી ૩-૪ મિનિટ રેહવા દેવું અને જરૂર પ્રમાણે પાણી નાખવું.અને ગ્રેવી ની થીકનેસ જોઈ લેવી.
- 7
ત્યારબાદ બધા શાકભાજી અને પનીર નાખવું. મીઠું નાખી ૨-૩ મિનિટ રહેવા દેવું.
- 8
ત્યારબાદ કસૂરી મેથી, ગરમ મસાલો અને લીંબુ નાખવું.
- 9
ગરમા ગરમ રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (3)