વેજ ફ્રાઇડ મોમોસ(Veg fried momos Recipe in Gujarati)
Komal Pandya @cook_24257104
વેજ ફ્રાઇડ મોમોસ(Veg fried momos Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આ ઘટકો રેડી કરી લો.
- 2
ત્યારબાદ મેંદા ના લોટ મા તેલ ને નમક એડ કરી ને ડો તૈયાર કરી લો. ડો બહુ કઠણ પણ નહિ ને સાવ ઢીલો પણ નહિ તેવો બાંધવો.
- 3
ત્યારબાદ ૧ પેન મા તેલ ગરમ મૂકો.તે થઈ જઈ એટલે તેમાં લસણના પીસ,મરચાં નાખી દો.થોડી વાર પછી તેમાં ડુંગળી ને આદુ પણ એડ કરી દો.
- 4
ડુંગળી ને થોડી વાર થાય એટલે તેમાં સમારેલી કોબીજ,ગાજર નાખી દો.ત્યારબાદ લીલી ડુંગળી ના પત્તા પણ નાખી ને ગેસ બંધ કરી દો.૨ મિનીટ જ થવા દેવું વધારે નહિ.
- 5
હવે આ સ્ટફિંગ એકદમ ઠંડુ થઈ જાય પછી તેમાં નમક ને સોયા સોસ નાખી ને હલાવી લેવું.
- 6
ત્યારબાદ મેંદા ના લોટ માંથી નાની પૂરી વણી ને તેમાં સ્ટફિંગ ભરી ને વાળી લો.
- 7
હવે ૧ પેન મા તેલ ગરમ કરવા મૂકો અને તેલ ગરમ થાય એટલે તેમાં મોમિસ તળી લો.
- 8
તો તૈયાર છે ગરમ ગરમ momos સર્વ કરવા માટે...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14239299











ટિપ્પણીઓ (5)