વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ ભાત ને 2 થી 3 કલાક પલાળી લો ત્યારબાદ બાફી લો. એક વાસણ મા પાણી લો. તેમાં તેલ,મીઠું,લવિંગ, ઇલાયચી, તજ,જીરું નાખી ઉકાળવા દો. બરાબર ઉકળી જાઈ એટલે તેમાં ભાત નાખી દો.
- 3
તેને મિક્સ ના કરવું ભાત ને 80% પાકવા દેવા ત્યારબાદ તેને એક ચારણી માં કાઢી ઠંડા થવા દો જેથી ભાત છૂટા પડી જાય.
- 4
એક વાસણ મા દહીં લો. તેમાં બિરયાની નો મસાલો, લાલ મરચું પાઉડર,મીઠું, હળદર,ધાણા જીરું પાઉડર,જીરું અને પનીર એડ કરી દો. તેને 10 થી 15 મિનિટ રાખી દો.
- 5
બટાકા ગાજર વટાણા અને ફ્લાવર ને બાફી લો. ડુંગળી ને સ્લાઈસ કરી દો. 1/2 ભાગ ની ડુંગળી ને તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી.
- 6
એક પેન મા ઘી લો. તેમાં કાજુ ના ટુકડા, આદુ લસણ ની પેસ્ટ,ઇલાયચી,લવિંગ અને ડુંગળી એડ કરી દો.
- 7
તેને બરાબર સાંતળી લો. ત્યારબાદ તેમાં બધા બાફેલા શાકભાજી એડ કરી અને જરૂરિયાત મુજબ મીઠું એડ કરી 4 થી 5 મિનિટ પાકવા દો.
- 8
ત્યારબાદ તેમાં દહીં અને પનીર એડ કરી દો. મસાલા જરૂર લાગે તો એડ કરી દો.
- 9
બિરયાની લેયર કરવા માટે એક વાસણ લો. તેમાં પહેલા તૈયાર કરેલું દહીં અને શાકભાજી નું મિક્સચર એડ કરો ત્યારબાદ તેના પર ભાત ની લેયર કરો. તેની ઉપર તળેલી ડુંગળી એડ કરો. ત્યારબાદ આ જ બધા સ્ટેપ રીપીટ કરો.ત્યારબાદ તેને ઢાંકી ધીમા તાપે 4 થી 5 મિનિટ પાકવા દો.
- 10
ગરમ ગરમ બિરયાની દહીં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
- વડોદરા સ્ટાઇલ મટકા બિરયાની(Vadodara Style MatkaBiryani Recipe In Gujarati) (Jain)
- લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
- સુરતી પોંક વડા (Surti ponk vada recipe in gujarati)
- જુવાર ઢોકળા(Jowar dhokla recipe in Gujarati)
















ટિપ્પણીઓ (11)