વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)

Charmi Tank
Charmi Tank @cook_20641216
Junagadh

વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 થી 50 મિનિટ
4 લોકો માટે
  1. 1 કપદહીં
  2. 1 ચમચીધાણજીરૂ
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 2 ચમચીબિરયાની મસાલા
  5. 1 ચમચીજીરૂ
  6. સ્વાદાનુસાર મીઠું
  7. 1/2 ચમચીહળદર
  8. 100 ગ્રામપનીર
  9. ભાત માટે
  10. 2 કપબાસમતી રાઈસ
  11. 5-6 કપપાણી
  12. 1/2 ચમચી જીરૂ
  13. 2લવિંગ
  14. 2ઇલાયચી
  15. 1તજ
  16. મીઠું સ્વાદાનુસાર
  17. 1 ચમચીલીંબુ નો રસ
  18. 1 ચમચીતેલ
  19. બિરયાની માટે
  20. 2બટાકા
  21. 1કેપ્સીકમ
  22. 1ગાજર
  23. 1/2ફ્લાવર
  24. 3મોટી ડુંગળી
  25. 1/4 કપવટાણા
  26. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  27. 4-5કાજુ
  28. 2લવિંગ
  29. 1ઇલાયચી
  30. 2 ચમચીઘી
  31. ધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

40 થી 50 મિનિટ
  1. 1
  2. 2

    સૌપ્રથમ ભાત ને 2 થી 3 કલાક પલાળી લો ત્યારબાદ બાફી લો. એક વાસણ મા પાણી લો. તેમાં તેલ,મીઠું,લવિંગ, ઇલાયચી, તજ,જીરું નાખી ઉકાળવા દો. બરાબર ઉકળી જાઈ એટલે તેમાં ભાત નાખી દો.

  3. 3

    તેને મિક્સ ના કરવું ભાત ને 80% પાકવા દેવા ત્યારબાદ તેને એક ચારણી માં કાઢી ઠંડા થવા દો જેથી ભાત છૂટા પડી જાય.

  4. 4

    એક વાસણ મા દહીં લો. તેમાં બિરયાની નો મસાલો, લાલ મરચું પાઉડર,મીઠું, હળદર,ધાણા જીરું પાઉડર,જીરું અને પનીર એડ કરી દો. તેને 10 થી 15 મિનિટ રાખી દો.

  5. 5

    બટાકા ગાજર વટાણા અને ફ્લાવર ને બાફી લો. ડુંગળી ને સ્લાઈસ કરી દો. 1/2 ભાગ ની ડુંગળી ને તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી.

  6. 6

    એક પેન મા ઘી લો. તેમાં કાજુ ના ટુકડા, આદુ લસણ ની પેસ્ટ,ઇલાયચી,લવિંગ અને ડુંગળી એડ કરી દો.

  7. 7

    તેને બરાબર સાંતળી લો. ત્યારબાદ તેમાં બધા બાફેલા શાકભાજી એડ કરી અને જરૂરિયાત મુજબ મીઠું એડ કરી 4 થી 5 મિનિટ પાકવા દો.

  8. 8

    ત્યારબાદ તેમાં દહીં અને પનીર એડ કરી દો. મસાલા જરૂર લાગે તો એડ કરી દો.

  9. 9

    બિરયાની લેયર કરવા માટે એક વાસણ લો. તેમાં પહેલા તૈયાર કરેલું દહીં અને શાકભાજી નું મિક્સચર એડ કરો ત્યારબાદ તેના પર ભાત ની લેયર કરો. તેની ઉપર તળેલી ડુંગળી એડ કરો. ત્યારબાદ આ જ બધા સ્ટેપ રીપીટ કરો.ત્યારબાદ તેને ઢાંકી ધીમા તાપે 4 થી 5 મિનિટ પાકવા દો.

  10. 10

    ગરમ ગરમ બિરયાની દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Charmi Tank
Charmi Tank @cook_20641216
પર
Junagadh

Similar Recipes