ચીઝ મેક્રોની (Cheese Macroni Recipe In Gujarati)

Sonal Shah @Sonal_14
ચીઝ મેક્રોની (Cheese Macroni Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઉપર એક તપેલીમાં જરૂર મુજબ પાણી લઈ ઉકાળી તેમાં એક ચમચી તેલ તથા પાસ્તા ઉમેરવા ૧૦ થી ૧૨ મિનીટ માટે પાસ્તાને ચડવા દેવા
- 2
પાસ્તા ચડી જાય એટલે એક ચારણીમાં કાઢી બધું જ પાણી નિતારી લેવું
- 3
ગેસ ઉપર એક કડાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં આદુ, લસણ, મરચાની પેસ્ટ,ચીલી ફ્લેક્સ તથા ઓરેગાનો,ટોમેટો સોસ તથા બધા જ વેજીટેબલ ઉમેરી સાંતળવા
- 4
વેજિટેબલ્સ માં પાસ્તા ઉમેરી સરખી રીતે મિક્સ કરી લેવા હવે તેને એક કાચની પ્લેટમાં કાઢી તેના પર ખમણેલું ચીઝ પાથરી દેવું
- 5
ઓવનમાં એક મિનિટ માટે નોર્મલ બેક કરી લેવું ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી અથવા કડાઈમાં પણ બેક કરી શકાય છે
- 6
તૈયાર છે ચીઝ મેકરોની ગરમા ગરમ સર્વ કરવી
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391052












ટિપ્પણીઓ (6)