મુરમુરા ચોકલેટ ચીક્કી (Murmura Chocolate Chikki Recipe In Gujarati)

ચોકલેટ નું નામ પડે એટલે બાળકો તો શું મોટાઓ ને પણ ખાવાનું મન થઈ જાય તો આજે હું લઈને આવી છું બાળકો થી લઈ ને મોટા સુધી બધાને ભાવે તેવી અને ફટાફટ માત્ર 10 મિનિટમાં બની જાય તેવી ખૂબ જ ટેસ્ટી રેસિપી 😋 😋 😋
#GA4 #Week18 #chikki #chocolatechikki #shilpaskitchenrecipes

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ડાર્ક ચોકલેટ ને ઓગાળી લો અને એક સિલિકોન મોલ્ડ માં પાથરી દો અને તેને ઠંડુ થવા 5 મિનિટ ફ્રીઝ માં મૂકી દો.
- 2
ત્યારબાદ ગોળ ને એક પેનમાં ઓગાળી લો ત્યારબાદ તેમાં ખાંડ નાખી તેમાં 5 ટેબલ ચમચી પાણી નાખો. ખાંડ ઓગળી જાય એટલે તેમાં વેનિલા એસેન્સ નાખો.
- 3
ત્યાર બાદ તેની ચાસણી બનાવો. ચાસણી ચેક કરવા માટે એક વાટકા માં ઠંડુ પાણી લો અને તેમાં ચાસણી ના 1-2 ટીપાં પાડો અને તેને ઠંડુ થવા દો ઠંડુ થાય એટલે હાથે થી તોડી જુઓ જો તૂટી જાય તો ચાસણી બરાબર બની ગઈ છે. ત્યારબાદ તેમાં સફેદ ચોકલેટ નાંખો અને ઓગાળી લો.
- 4
ત્યાર બાદ ફરીથી ચેક કરો કે ચાસણી બરાબર જ છે કે નહીં જો બરાબર જ હોય તો તેમાં મમરા નાખી દો.
- 5
મમરા ને બરાબર મિક્સ કરી લો અને ચોકલેટ પાથરેલા મોલ્ડ માં નાખી સેટ કરી ઠંડુ થવા દો.
- 6
ઠંડુ થઈ જાય એટલે તેને અનમોલ્ડ કરો અને તેનાં પીસ કાપી લો.
- 7
તો તૈયાર છે આપણી મુરમુરા ચોકલેટ ચીક્કી.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)