શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)

Shweta Kunal Kapadia @cook_22105391
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી માં કાજુ બદામ અને લાલ સૂકું મરચું પલાળી દો.અને ડુંગળી ટામેટા ના મોટા પીસ કરી લો. પનીર ના પણ જરૂર મુજબ બટકા કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં ડુંગળી ટામેટા અને કાજુ બદામ અને સૂકું લાલ મરચું લઈ તેને સાંતળી લો. પછી તેમાં લાલ મરચું અને મીઠું ઉમેરી ઠંડુ કરી લો.
- 3
હવે તેને પીસી ને ગ્રેવી બનાવી લો. ફરી એક કડાઈમાં ઘી તેલ મિક્સ કરી તેમાં ઇલાયચી નાખી તેમાં ગ્રેવી ઉમેરી બરાબર ઉકાળી લો.
- 4
તેમાં કિચન કિંગ મસાલો અને શાહી પનીર મસાલો ઉમેરી તેમાં ફ્રેશ મલાઈ એડ કરી લો અને ફરી ઉકાળી લો. તેમાં થી તેલ છૂટું પડે પછી પનીર ઉમેરી બરાબર મિકસ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ શાહી પનીર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14402169













ટિપ્પણીઓ (5)