દાળ પકવાન(Dal pakwan Recipe in Gujarati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#cookpadindia
#cookpad_guj
દાળ પકવાન એક સૌથી પ્રખ્યાત સિંધી નાસ્તો રેસીપી છે. દાળ પકવાન મૂળરૂપે ચણાની દાળ પકોવાન ( તળેલી ભારતીય રોટલી) સાથે પીરસવામાં આવે છે. ... સામાન્ય રીતે જ્યારે દાળ પકવાન પીરસે છે, ત્યારે તેને હંમેશા સ્વીટ ચટણી, લીલી ચટણી અને ડુંગળી સાથે પીરસવામાં આવે છે. સામાન્ય રીતે પકવાન મૈદા માંથી બનાવવામાં આવે છે પણ અહી મેંદો અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવ્યા છે..મે ૧ લી વાર ટ્રાય કર્યા છે પણ ખરેખર ખુબ જ સરસ બન્યા હતા...તો જોયે આપને રેસિપી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
5 લોકો
  1. 📍પકવાન માટે
  2. 1 નાની વાડકીમેંદો
  3. 2મોટી વાટકી ઘઉં નો લોટ
  4. 1/4અજમો
  5. 1/4જીરું
  6. મીઠું
  7. મુઠ્ઠી ભર મોણ માટે તેલ
  8. પાણી
  9. 📍દાળ માટે
  10. 2 કપચણા દાળ
  11. 2 ચમચીહળદર
  12. મીઠું
  13. 2મોટા તીખા મરચા
  14. 3 ચમચીઆમચૂર પાઉડર
  15. 2 ચમચીલાલ મરચું
  16. 1 ચમચીધાણાજીરૂ
  17. તેલ
  18. જીરું
  19. 📍લીલી ચટણી માટે
  20. કોથમીર
  21. ફુદીનો
  22. મીઠું
  23. મરચા આદુ લસણ
  24. લીંબુ નો રસ
  25. જીરું
  26. સેવ
  27. પાણી જરૂર મુજબ
  28. 📍 ખજૂર આંબલી ની ચટણી
  29. કાંદો
  30. સેવ
  31. કોથમીર
  32. લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    એક બાઉલમાં મેંદો લઈ મોણ,મીઠું,જીરું અને અજમો ઉમેરી મીક્ષ કરવું.હવે મેઁદામાં જરૂર મુજબ પાણી ઉમેરી કણક તૈયાર કરવી.કણક કડક પૂરી બનાવીએ એ રીતે બાંધવી.કણકને 15 થી 20 મિનિટ ઢાંકીને રહેવા દો.

  2. 2

    હવે રોટલી જેટલો લુઓ લઈ પૂરી ની જેમ વણી કાંટા ચમચી વડે કાણા પાડો જેથી પકવાન ફુલે નહિ અને કડક બને.હવે પકવાન તળી લેવું.જરૂરી નથી પકવાન ગરમ જ સર્વ કરવાના આથી અગાઉથી તળી ને મુકી શકાય.

  3. 3

    2 કલાક પલાળેલી દાળ ને સાફ પાણી માં ધોઈને યોગ્ય મુજબ પાણી ઉમેરી કુકરમાં બાફવા મુકવી.બાફ્તી વખતે મીઠું,લીલાં મરચાં સમારીને અને હળદર ઉમેરવા.હવે કુકરનું ઢાંકણ બંધ કરી 5 થી 6 વિસલ વગાડી 10 મિનિટ સ્લો પર મુક્યા બાદ ગેસ બંધ કરી દેવો.

  4. 4

    કુકર ખોલીને દાળ ચેક કરી લેવી. કાચી હોય તો ફરી મુકવી.અને બની જાય તો વઘારીયા માં થોડું તેલ ઉમેરી ગરમ કરવા મુકવું.તેલ ગરમ થાય ત્યાં સુધી કુકરમાં દાળની ઉપર મરચું, ધાણાજીરૂ અને આમચૂર પાઉડર ભભરાવવુ.હવે તેલમાં જીરું ઉમેરો.જીરું તતડે એટલે વઘાર કુકરમાં મસાલા ઉપર રેડી દો.ચટણી માટે ની સામગ્રી લઈ જાર માં નાખી પીસી લેવી...તો તીખી ચટણી રેડી થશે

  5. 5

    સર્વિંગ બાઉલમાં દાળ પીરસીને ઉપર ગ્રીન ચટણી,ગળી ચટણી,ડુંગળી, સેવ અને કોથમીર થી ગાર્નિશ કરી પાકવાન સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Twinkal Kalpesh Kabrawala
પર
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

Similar Recipes