ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)

ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક બાઉલ માં મેંદો,ઘઉં નો લોટ લો.તેમાં તેલ અને મીઠું નાખી ને રોટલી જેવી કણક બાંધવી. તેને થોડી વાર માટે ઢાંકી રાખી દો.
- 2
બધા વેજીટેબલ ને લાંબા સમારો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો ત્યાર પછી તેમાં આદુ અને લસણ નાખો.પછી તેમાં સમારેલા વેજીટેબલ નાખો.
- 3
વેજીટેબલ સંતળાઈ જાય એટલે તેમાં સેઝવાન ચટણી અને મીઠું નાખી ને ફાસ્ટ ગેસ પર સરખું હલાવી લો.તેને ગેસ પર નીચે ઉતારી લો. તેને થોડી વાર ઠરવા દો.ત્યાર બાદ તેમાં બાફેલા બટેટા નાખો. બધું બરાબર મિક્સ કરી ને તેમાં થી લાંબા રોલ વાળી લો.
- 4
હવે એક નોનસ્ટિક પેનમાં તેલ લગાવો અને બનાવેલા રોલ ને સેલો ફ્રાય કરી લો.
- 5
હવે બાંધેલા લોટમાંથી રોટલી બનાવી ને તેને કાચી પાકી સેકી લો.
- 6
હવે એક લોઢી પર રોટલી ની એક બાજુ તેલ લગાવી ને બરાબર શેકી લો.ત્યાર બાદ તેને પલટાવી લો. ગેસ ની ફલેમ સ્લો રાખો.ત્યાર બાદ તેના પર સેઝવાન ચટણી અને મેયોનિઝ સ્પ્રેડ કરો.ત્યાર બાદ તેના પર બનાવેલો રોલ ને મૂકો.
- 7
હવે તેના ઉપર કાપેલું સલાડ નાખો.પછી તેના ઉપર થોડો ફ્રેન્કી મસાલો નાખો.હવે તેના ઉપર ચીઝ ખમણી ને નાખો.પછી પાછો ફ્રેન્કી મસાલો છાંટો.
- 8
હવે તેને બંને બાજુ થી વાળી લો અને તેને શેકો.હવે તે સર્વ કરવા માટે તૈયાર છે.
- 9
તો તૈયાર ટેમ્પિંગ અને ચટપટી એવી સેઝવાન ફ્રેન્કી.
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (8)