કેન્ડી(Candy Recipe in Gujarati)

#GA4
#Week18
#FoodPuzzle18word_CANDY
આ કેન્ડી માત્ર બે જ સામગ્રી થી બની જાય છે.થોડી ધીરજ અને ઝડપ ની જરૂર હોય છે.આ કેન્ડી નાના બાળકો માટે ની ખાસ ટ્રેડિશનલ રેસિપી છે.
કેન્ડી(Candy Recipe in Gujarati)
#GA4
#Week18
#FoodPuzzle18word_CANDY
આ કેન્ડી માત્ર બે જ સામગ્રી થી બની જાય છે.થોડી ધીરજ અને ઝડપ ની જરૂર હોય છે.આ કેન્ડી નાના બાળકો માટે ની ખાસ ટ્રેડિશનલ રેસિપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેન્ડી બનાવતા પહેલા આ રીતે બધી સામગ્રી તૈયાર રાખવી.બટર પેપર પર થોડું બટર અથવા તેલ લગાડી દેવું.1/4 ચમચી બેકિંગ સોડા બાજુમાં તૈયાર રાખવા.એક ટૂથ પિક હલાવવા માટે તૈયાર રાખવું.
- 2
હવે ગેસ ચાલુ કરી કઢાઈ ને ધીમા તાપે ગરમ કરવી.ધીમો તપ જ રાખવો.તેમાં ત્રણ ટેબલસ્પૂન સાકર ગરમ થવા દેવું.
- 3
થોડી વાર પછી સાકર ધીમે ધીમે ઓગળવા લાગશે.ટૂથ પિક વડે હલાવતા રહેવું.અહી ધીરજ થી કામ લેવું.ચમચા થી ન હલાવવું.કારણ કે સાકર તેને ચોંટી જશે.સતત હલાવતા રહેવું.પણ એ ધ્યાન રાખવું કે સાકર બ્રાઉન ન થવી જોવે.
- 4
બધી સાકર ઓગળી જાય એટલે ગેસ બંધ કરી કઢાઈ નીચે લઈ લેવી.તેમાં બેકિંગ સોડા નાખી તરત મિક્સ કરવું.આ પ્રોસેસ ઝડપ થી કરવી. દાલગોનાં કોફી ની જેમ તેમાં બ્રાઉન રંગ ના ફીણ થશે.મિશ્રણ બ્રાઉન ફીનવાલું થશે.ઝડપ થી બટર પેપર પર મિશ્રણ નાના નાના ગોળાકાર માં પાથરી દેવું.તરત જ તેના વચ્ચે એક એક ટૂથપિક લગાવી દેવું.કારણ કે કેરેમલાયીઝ સાકર તરત જામી ને કડક થઇ જાય છે.
- 5
8-10 સેકંડ પછી દરેક ગોળાકાર કેન્ડી પર મોલ્ડ દબાવી છાપ બનાવી લેવી.આ કામ પણ ખૂબ ઝડપ થી કરવું.તો તૈયાર છે દાલગોના ખાંડ કેન્ડી!!
Keywords
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)












ટિપ્પણીઓ (6)