મેથી અને લસણીયો વઘારેલો રોટલો (Methi and Garlic Rotlo recipe in Gujarati)

#GA4
#Week19
#Methi
#Vagharelorotlo
#cookpad
#cookpadindia
શિયાળામાં લીલા શાકભાજી સારા એવા મળી રહે છે તો આજે મેં એકદમ ફ્રેશ મેથીમાં વઘારેલો લસણીયા રોટલો બનાવ્યો છે. આ રોટલો ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં સવારમાં નાસ્તા માટે આ વઘારેલો રોટલો અમારા ઘરે તો અવારનવાર બનતા જ હોય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરીના રોટલા ને બરાબર મસળીને ઝીણો ભૂક્કો કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો ગરમ થાય પછી એમાં રાઈ ઉમેરો પછી જીરું,તલ,હિંગ ઉમેરી કાપેલા લસણ અને મરચા ઉમેરો.
- 3
લસણ-મરચા એક મિનિટ સાંતળો પછી તેમાં મેથી ઉમેરો. મેથીને બરાબર સાંતળી લો મેથી સંતળાઈ જાય પછી એમાં બધા મસાલા મરચું,મીઠું,હળદર અને ગરમ મસાલો ઉમેરો.
- 4
મસાલા ને 1/2મિનિટ માટે સાંતળો પછી એમાં ભૂકો કરેલો રોટલો ઉમેરો અને બરાબર મિક્સ કરી લો પછી એમાં 3 ટીસ્પૂન દળેલી ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો હવે એમાં બે ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરો અને બરાબર હલાવીને ઢાંકીને એક મિનિટ માટે ચઢવા દો.
- 5
ગરમા ગરમ રોટલા ને ચા સાથે સર્વ કરો. આ રોટલો ખાવા માં બહુ ટેસ્ટી લાગે છે અને શિયાળામાં તો ખાવાની મજા પડી જાય છે.
- 6
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)