લસણ મેથી વાળા થેપલા(Lasan Methi Vala Thepla Recipe In Gujarati)

Hiral H. Panchmatiya @cook_23114780
લસણ મેથી વાળા થેપલા(Lasan Methi Vala Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ બે વાટકા ઘઉંનો લોટ લેવાનો ત્યારબાદ તેમાં 100 ગ્રામ મેથી ઝીણી સમારી અને ઉમેરવાની ત્યારબાદ તેમાં લીલું લસણ ઝીણું સમારી અને ઉમેરવાનું
- 2
ત્યારબાદ તેમાં એક ચમચી મરચાની ભૂકી, 1/2ચમચી હળદર, ચપટીક હિંગ અને ૫૦ ગ્રામ તેલ ઉમેરવાનું
- 3
તેલ ઉમેરી બાદ તે બધાને હાથની મદદથી મિક્સ કરી લો અને ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને લોટ બાંધો
- 4
લોટ બાંધવા બાદ તેના નાના-નાના લુવા કરી અને પાટલા વેલો અને મદદથી થેપલા ને વણી લો ત્યારબાદ લોડી ને ગરમ થવા દો અને તેમાં થેપલા ને નાંખી દો
- 5
લોડી માં નાખ્યા બાદ તેને તેલ ની મદદથી પકાવી લો તૈયાર છે આપણા આ સ્વાદિષ્ટ લસણ મેથી વાળા થેપલા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14473178

















ટિપ્પણીઓ (10)