તંદૂરી ગાર્લિક નાન (Tandoori Garlic Nan Recipe In Gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપમેદાનો લોટ
  2. ૧/૨ કપદહીં
  3. ૨ટે. ચમચી તેલ
  4. ૧ટી. ચમચી ખાંડ
  5. ૧/૨ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  6. ૧/૪ ટી સ્પૂનબેકિંગ સોડા
  7. ૨ટે. ચમચી લસણ (ઝીણું સમારેલ)
  8. ૪ટે. ચમચી કોથમીર (ઝીણી સમારેલ)
  9. મીઠું સ્વાદ મુજબ
  10. સહેજ હૂંફાળું પાણી (લોટ બાંધવા)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા વાડકામાં મેંદો લઈ, તેમાં દહીં, ખાંડ, તેલ, બેકીંગ પાઉડર, બેકીંગ સોડા અને 1/2 છીણેલું લસણ લઈ બધુ સરસ રીતે મીક્ષ કરવું. પછી થોડું હૂંફાળું પાણી લઈ લોટ બાંધવો. (રોટલીનો બાંધતા હોવ તે રીતે) હવે લોટને ૧૦ મીનીટ માટે ઢાંકીને મુકી દેવો.

  2. 2

    ગેસ ધીમી આંચ પર ચાલુ કરી, તેની પર હેન્ડલવાળી લોઢી ગરમ કરવા મુકવી. સૌ પ્રથમ એક લુવો લઈ એને વેલણની મદદથી લંબગોળ નાન વણી લેવું. (તમે ગોળ અથવા તમારા ગમતા આકારમાં પણ વણી શકો છો.) પછી તેની પર છીણેલું લસણ અને કોથમીર પાથરવા. (તમે ઇચ્છો તો આની ઉપર છીણેલું ચીઝ પણ પાથરી શકો.)

  3. 3

    પછી તેની પર હલકા હાથે વેલણનફેરવી લેવું. જેથી લસણ અને કોથમીર ચોંટી જાય. હવે કોથમીર લગાવેલ ભાગને હાથમાં રાખી તેની બીજી બાજુ આંગળીઓની મદદથી પાણી લગાવી લેવું. ત્યારબાદ પાણી લગાવેલ ભાગને લોઢી પર મુકી સહેજ હલકા હાથે દબાવી લેવું.

  4. 4

    હવે નાન નીચેથી શેકાશે એટલે ઉપર ફુલવા લાગશે. એટલે હવે લોઢીને પકડીને ગેસ પર ઊંધી કરી, સહેજ ઉપર રાખી નાનને શેકવો.

  5. 5

    નાન સરસ શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી તેની પર બટર લગાવી લેવું.

  6. 6

    આપણું સરસ તંદૂરી ગાર્લિક નાન તૈયાર છે. તેને તમારી ગમતી સબજી સાથે પીરસો. તમે એકવાર જરૂર બનાવજો☺️☺️☺️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes