અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati)

#walnuts
#cookpadindia
આ શિયાળા સ્પેશ્યિલ મીઠાઈ ખુબજ ફાયદાકારક છે.એનર્જી થી ભરપુર અને અનેક વિટામિન યુક્ત આ અખરોટ ખજૂર બોલ્સ
નો સ્વાદ પણ લાજવાબ છે.
અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati)
#walnuts
#cookpadindia
આ શિયાળા સ્પેશ્યિલ મીઠાઈ ખુબજ ફાયદાકારક છે.એનર્જી થી ભરપુર અને અનેક વિટામિન યુક્ત આ અખરોટ ખજૂર બોલ્સ
નો સ્વાદ પણ લાજવાબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂર ના બિયા કાઢી લો.મે અહી બીયા વિનાની કાજુર લીધી છે.અને તેના ટુકડા કરી લો.પછી તેને મિક્સર મા ક્રશ કરી લો.એકદમ નથી કરવાની થોડી જ કરવાની છે.
- 2
પછી અખરોટ અને બધા ડ્રાય ફ્રુટ ના નાના નાના ટુકડા કરી લો.ત્યારબાદ એક નોનસ્ટિક કડાઇ માં એક ચમચી ઘી ગરમ મૂકો.ઘી થાય એટલે તેમાં કીસમીસ સિવાય ના બધાં ડ્રાય ફ્રુટ ને સાંતળી લો.
- 3
ત્યારબાદ તેને સતત હલાવતા રહો.આ જરા થાય પછી તેમાં કીસમીસ અને નાળિયેર નું ખમણ એડ કરી સરસ મિકસ કરી લો.અને તરતજ ઉતારી લો ગેસ ની ફ્લેમ ધીમી રાખવાની છે.આ ડ્રાય ફ્રૂટ નો ટેસ્ટ મસ્ત આવે છે.
- 4
ત્યારબાદ આ ડ્રાય ફ્રુટ ને એક ડીશ મા કાઢી લો.અને તેજ કડાઈ મા બે ચમચી ઘી ગરમ મૂકો અને તેમાં ક્રશ કરેલી ખજૂર ને શેકી લો. ખજૂર સરસ નરમ થાય ત્યાં સુધી શેકવાની છે.
- 5
ત્યારબાદ ડ્રાય ફ્રુટ સાથે એક ચમચી દળેલી ખાંડ મિકસ કરી ખજૂર માં એડ કરી દો.ગેસ ની આંચ ધીમી જ રાખવાની છે.આ બધું સરસ મિકસ થાય એટલે ઠંડુ થવા દો.નવશેકું થાય એટલે હાથ માં ઘી લગાવી બોલ્સ બનાવી લો.
- 6
ત્યારબાદ એક ડીશ મા ખસ ખસ લઇ આ બોલ ને તેમાં રગદોળી દો અને ફરી હાથ વડે સરસ ગોળ ફેરવી લો.જેથી ખસ ખસ સરસ ચોંટી જાય.આ બોલ્સ દેખાવ માં ખુબજ આકર્ષક લાગે છે.આ જડપી બની જતા બોલ્સ ખુબજ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે
- 7
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ (12)