વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#Week20
#thepla
#tricolour
ગુજરાતી લોકોમાં થેપલા ખૂબ જ પ્રિય અને પ્રચલિત વાનગી છે. સામાન્ય રીતે થેપલા ઘઉંના લોટમાંથી જ બનાવવામાં આવતા હોય છે. પરંતુ ઘઉંના લોટમાં બાજરાનો લોટ, જુવારનો લોટ, રાગીનો લોટ અને ચણાનો લોટ ભેળવીને પણ થેપલાં બનાવી શકાય છે. મેં આજે ઘઉંના લોટમાં ચણાનો લોટ ભેળવીને થેપલા બનાવ્યા છે. આ થેપલામાં મેં વેજિટેબલ્સ પણ ઉમેર્યા છે.
થેપલા સવારના નાસ્તામાં, સાંજના જમવામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે કોઈ વખત મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 2 કપઘઉંનો લોટ
  2. 1 કપચણાનો લોટ (બેસન)
  3. 1/4 કપસમારેલી મેથીની ભાજી
  4. 1/4 કપખમણેલું કોબી
  5. 1/4 કપખમણેલું ગાજર
  6. 1/4 કપસમારેલી કોથમીર
  7. 1/2 કપદહીં
  8. 2 tbspઆદુ મરચાની પેસ્ટ
  9. 2 tbspતેલ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1 tbspલાલ મરચું પાઉડર
  12. 1/2 tbspહળદર
  13. 1 tspઅજમો
  14. 1 tspશેકેલા જીરુ નો પાઉડર
  15. 1 tspહીંગ
  16. તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ઘઉંનો અને ચણાનો લોટ લઈને તેમાં સમારેલી મેથી ની ભાજી અને ખમણેલું ગાજર ઉમેરવાના છે.

  2. 2

    ત્યારબાદ તેમાં ખમણેલું કોબી અને સમારેલી કોથમીર ઉમેરવાના છે.

  3. 3

    ત્યારબાદ દહીં, આદુ મરચાની પેસ્ટ અને તેલ ઉમેરવાનું છે

  4. 4

    હવે તેમાં અજમો, જીરૂં પાઉડર, હિંગ અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાના છે.

  5. 5

    ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર અને હળદર ઉમેરવાના છે.

  6. 6

    હવે તેમાં થોડું પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરી લોટ બાંધી લેવાનો છે. આ લોટને દસ મિનિટ ઢાંકીને રાખ્યા બાદ તેના ગોરણા કરી લેવાનાં છે.

  7. 7

    આ ગોરણા માંથી વેલણ વડે થેપલા વણવાના છે. લોઢી ગરમ મૂકી તેના પર થોડું તેલ પાથરી આ થેપલાને બંને તરફ બરાબર રીતે શેકી લેવાના છે.

  8. 8

    આજ રીતે બધા ગોરણામાંથી થેપલા વણી બધા થેપલા ને શેકી લેવાના છે.

  9. 9

    વેજીટેબલ થેપલાને મેં ગળ્યા ખમણ, દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes