પનીર કોફ્તા (Paneer Kofta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં કાંદા ટામેટાં અને પાણી નાખી બાફવા મુકી દો. બફાઈ જાય પછી તેની છાલ કાઢી મિક્સર જારમાં આદુ,લસણ,લીલા મરચા નાખી ક્રશ કરી લો.
- 2
હવે પનીરને હાથથી છુંદી લો. પછી તેમાં બેસન,મીઠું,હળદર,લાલ મરચુ,ધાણા,બાફેલા બટાકા નાખી મિક્સ કરી લો.હવે આ મિક્સર નાના-નાના બોલ્સ બનાવી લો.
- 3
હવે કડાઈમાં તેલ મૂકી બોલ્સને તળી લો. હવે એક પેનમાં તેલ મૂકો. પછી તેમાં તજ,લવિંગ,બેસન કિચન કિંગ મસાલો,લાલ મરચું, ધાણાજીરુ એડ કરી મિક્સ કરો.પછી તેમાં કાંદા ટામેટાની પેસ્ટ મિક્સ કરી લો.
- 4
પછી તેમાં હળદર નાખી બે મિનિટ ચડવા દો. હવે તેમાં મીઠું અને કસુરી મેથી નાખો. ધાણા,કાજુની પેસ્ટ કરી ૨થી ૩ મિનિટ માટે ચઢવા દો.પછી તેમાં પાણી નાંખી એક વાર આવે ત્યાં સુધી ચઢવા દો.
- 5
હવે તેમાં કોફતા,ગરમ મસાલો એડ કરી ઢાંકણ ઢાંકી બે મિનીટ ચડવા દઈએ.હવે સેવિંગ બાઉલમાં લઈ ધાણા અને મલાઈ નાંખી સર્વ કરીએ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14493932














ટિપ્પણીઓ (9)