ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)

Shraddha Patel @cookwithshraddha
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક લોયા માં 2 ટેબલસ્પૂન બટર લો. બટર થોડી ઓગળે એટલે તરત આદુ લસણ ની પેસ્ટ ઉમેરી લો.
- 2
ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા ઉમેરી લો. મીઠું અને મરી પાઉડર ઉમેરી ને મિક્સ કરી લો. હવે ટામેટા ને ધીમા તાપે ચડવા દો.
- 3
ટામેટા બરાબર ચડી જાય પછી તેમાં પાણી અને ટોમેટો કેચઅપ ઉમેરી 1 મિનિટ ઉકાળો.
- 4
હવે મિશ્રણ ને ગાળી લો.
- 5
ત્યારબાદ તેમાં લાલ મરચુ પાઉડર અને ખાંડ ઉમેરી લો. 2-3 મિનિટ ઉકાળો.
- 6
હવે કોર્ન ફ્લોર માં 2 ચમચી પાણી ઉમેરી ને મિક્સ કરી ને સૂપ માં ઉમેરી લો. ત્યારબાદ સૂપ ને 5-7 મિનિટ ઉકાળો.
- 7
હવે બ્રેડ ક્રૂટોન્સ બનાવવા માટે બ્રેડ ના નાના ચોરસ ટુકડા કરી લો. લોઢી માં બટર મૂકી ને બંને બાજુ સાંતળો.
- 8
ગરમ ગરમ ટોમેટો સૂપ ને બોલ માં પીરસો. તેના પર ફ્રેશ ક્રીમ ઉમેરો. બ્રેડ ક્રૂટોન્સ ઉમેરી ને ટોમેટો સૂપ ની મજા માણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14504130













ટિપ્પણીઓ (17)