મેથી નાં મુઠીયા નું શાક (Methi Muthiya Sabji Recipe in Gujarati)

Payal Bhaliya @the_pyl_youb
મેથી નાં મુઠીયા નું શાક (Methi Muthiya Sabji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન લો. તેમાં 4 ચમચી તેલ નાખો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં હિંગ નાખો, ત્યાર બાદ તેમાં મેથી ની ભાજી નાખવી, લાલ મરચું પાઉડર, ઘાણાજીરુ પાઉડર, હળદર પાઉડર, લસણ ચટણી, અને જરૂર મુજબ મીઠું નાખવું. આ બધી સામગ્રી ને સરખું સાંતળવું.
- 2
ત્યાર બાદ તેમાં ટામેટા નાંખવા અને સરખું મિશ્ર કરી હલાવવું. પછી તેમાં 2 કપ પાણી નાખવું.
- 3
હવે એક બાઉલમાં ચણાનો લોટ નાખી તેમાં મેથી ની ભાજી નાખવી, લાલ મરચું પાઉડર, ઘાણાજીરુ પાઉડર, હળદર પાઉડર નાખવો, હીંગ, સાજી ના ફુલ,મોણ માટે બે ચમચી તેલ અને 5-6 ચમચી પાણી નાખી બધાં ને સરખું મિશ્ર કરી લો. ત્યાર બાદ તે મિશ્રણ માંથી નાનાં-નાનાં મુઠીયા વાળી લો.
- 4
પછી તેને ઉકળતી સબ્જી માં નાખી દો.
- 5
હવે સબ્જી ને સર્વીગ પ્લેટ માં લઈ લઈ રોટલી અને છાસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
- રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
- સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
- ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
- મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ (Maggi Stuffed Pinwheel Sandwich Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14507257
















ટિપ્પણીઓ (8)