વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)

#KS1
#વઘારેલી ખીચડી
#વેજિટેબ્લ મસાલા ખીચડી વીથ દહીં તિખારી
#Cookpadindia
#Cookpadgujrati
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)
#KS1
#વઘારેલી ખીચડી
#વેજિટેબ્લ મસાલા ખીચડી વીથ દહીં તિખારી
#Cookpadindia
#Cookpadgujrati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વેજીટેબલ મસાલા ખીચડીની સામગ્રી **
- 2
ચોખા, દાળ પાણીથી ધોઈને લેવાં. મેથી ના દાણાને 1ક્લાક માટે પાણીમાં પલાળી રાખો. જેથી તેની કડવાશ નહી લાગે. આ બધી સામગ્રી 10મીનીટ પાણીમાં પલાળી રાખો.
- 3
વેજિટેબ્લ્સ બધાં 2થી 3વાર પાણીમાં ધોઈને બારીક અથવા મોટા પીસીસમાં કટ કરવા.
- 4
કુકરમાં 2મોટા ચમચા તેલ ગરમ કરી તેમાં જીરું,રાઈ,મેથીનાં દાણા અને તમાલ પત્ર,લવિંગ,હીંગનો વગાર કરવો.
- 5
વગાર આવતાંની સાથે જ ડુંગળી અને લસણની,મરચાંની પેસ્ટ રોસ્ટ કરવી. 1મિનિટ પછી મિક્સ વેજિટેબ્લ્સ નાંખી સાંતડવા.
- 6
બધાં વેજિટેબ્લ્સ સંતળાય જાય ત્યારે મસાલા મિક્સ કરીને મિશ્રણને હલાવવું. ત્યાર બાદ તેમાં પલાડેલ ચોખા અને દાળ મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીહું અને જરુર મુજબ પાણી નાખી ઉપરથી ગાર્નિશ કરો.
- 7
હવે કુકરને ધીમી આંચ પર મૂકી 2વિસલ આપો. ઠંડ થયા પછી તેમાં 2મોટા ચમચા ઘી નાંખી હલાવવું. રેડી છે સ્વાદિષ્ટ વેજીટેબલ મસાલા ખીચડી.
- 8
દહીં તિખારી માટે ની સામગ્રી**
- 9
200ગ્રામ દહીં મોરું અને પાણી વગરનું લેવું.એક પેનમાં 2થી 3ચમચી તેલ ગરમ કરી તેમાં હીંગનો વગાર કરી લસણની અધકચરી વાટેલ ચટણી ધીમી આંચ પર સાંતડવી.1/2 મીનીટ માટે.
- 10
જેવી સંતળાય ત્યારે તેમાં હળદર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખી દહીં મિક્સ કરી તરત જ ગેસ બંધ કરી દો. ઉપરથી કોથમીર ભભરાવી.
- 11
રેડી છે સ્વાદિષ્ટ દહીં તિખારી (કાઠિયાવાડની) તેને સર્વ કરો ગરમા ગરમ ખીચડી,રોટલો,રોટલી સાથે.😋😋
Keywords
Similar Recipes
More Recipes































ટિપ્પણીઓ (20)