દૂધીના મુઠીયા(Bottlegourd Muthiya recipe in gujarati)

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
દૂધીના મુઠીયા(Bottlegourd Muthiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધીને ધોઈને છીણી લો....અને છીણ માં જ તેલનું મ્હોણ....મસાલા...કુકીંગ સોડા મીઠું અને ખાંડ તેમજ દહીં ઉમેરી દો....જેથી દૂધીનું પાણી છૂટે તેમાં જ લોટ ઉમેરી શકાય....
- 2
હવે ગેસ પર એક સ્ટીમરમાં ગરમ પાણી કરવા મુકો....તેમાં એક સ્ટેન્ડ પર ચારણી મૂકી તેના પર તેલ વાળો હાથ લગાવી દો.....બધા લોટ દૂધીના મિશ્રણ માં ઉમેરી હળવા હાથે મિક્સ કરી મુઠીયા વાળી લો...સ્ટીમર માં સ્ટીમ કરવા મુકો....ઢાંકણ ઢાંકીને રંધાવા દો....
- 3
20 મિનિટ પછી ચપ્પુ થી ચેક કરી લો....રંધાઈ જાય એટલીક પ્લેટમાં ઠંડા થવા દો....ઠંડા થાય એટલે પીસ કરીને એક પ્લેટમાં ગોઠવો......
- 4
એક વઘારીયામાં તેલ મૂકી રાઈ તતડાવો....લીલા મરચાની રીંગો તેમજ હિંગ અને તલ ઉમેરી...મુઠીયા ઉપર વઘાર રેડી દો....કોથમીર ભભરાવો...તો તૈયાર છે દૂધીના મુઠીયા.....લીલી અને લાલ ચટણી સાથે સર્વ કરો.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14525114









ટિપ્પણીઓ (8)