દાબેલી ટોસ્ટ (Dabeli Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા તેલ ગરમ કરવુ અને પછી તેમા બટાકા નો માવો એડ કરવો અને પછી તેમા રેડી દાબેલી મસાલો, સ્વાદ મુજબ મીઠુ, લાલ મરચુ જો તીખું કરવુ હોય તો, બધુ સરખુ મિક્સ કરવું. તો તૈયાર છે દાબેલી મસાલો.
- 2
હવે એક ડીશ મા દાબેલી નો માવો રાખવો પછી તેના પર ઝીણી કોથમીર છાંટવી, મસાલ શીંગ અને દાડમ ના દાણા. હવે બ્રેડ ની સ્લાઈસ લેવી અને વચ્ચે થી કટ કરવી હવે બ્રેડ પર લાલ, લીલી અને ખજુર ની ચટણી લગાવી.
- 3
હવે બ્રેડ પર બટાકા નો માવો સ્પ્રેડ કરવો, હવે તેના પર ઝીણી સમારેલી ડુંગળી, મસાલા શીંગ, ઝીણી સેવ, અને દાડમ ના દાણા સ્પ્રેડ કરવા.
- 4
લોઢી મા તેલ લગાવી બ્રેડ ને ધીમા તાપે ટોસ્ટ કરવી.
- 5
તો તૈયાર છે સ્વાદિષ્ટ દાબેલી ટોસ્ટ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14621191
















ટિપ્પણીઓ (2)