ગ્રીલ ચીઝી ગાર્લિક મસાલા પાવ (Grill Cheesy Garlic Masala Paav Recipe In Gujarati)

ગ્રીલ ચીઝી ગાર્લિક મસાલા પાવ (Grill Cheesy Garlic Masala Paav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રીલ ચીઝી ગાર્લિક મસાલા પાવ બનાવવા સૌ પ્રથમ
4 ચોરસ લાદી પાવ લઈને તેને વચ્ચે થી કાપી બટર ચોપડવું.
ત્યાર બાદ દરેક પાવ માં 1/2 ટી સ્પૂન વાટેલા આદુ મરચા ચોપડવા. - 2
હવે દરેક પાવ માં 1 ટી સ્પૂન બારીક સમારેલું લીલું લસણ ઉમેરવું ત્યાર બાદ તેના પર ચીઝ છીણી લેવું,અને પછી 1/2 ટી સ્પૂન ચીલી ફ્લેક્સ દરેક પાવના સ્ટફીંગ પર સ્પ્રીંકલ કરવું.
- 3
હવે દરેક પાવ ને બંધ કરી તેને ગ્રીલ મશીન માં ગ્રીલ કરવા મૂકવા જેથી પાવનું પડ ક્રીસ્પી થઈ જાય અને પાવ માં ભરેલું સ્ટફીંગ સાથે ચીઝ મેલ્ટ થઈ જાય.
- 4
ગ્રીલ મશીન માં પાવ ગ્રીલ થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટ માં કાઢી તેની ગ્રીલ કરેલી ઉપરની સપાટી પર થોડું બટર ચોપડવું તેમજ તેના પર ચીઝ છીણી ને થોડું લીલું લસણ સ્પ્રીંકલ કરી ગાર્નિશ કરવું, તો તૈયાર છે...
ખૂબજ ટેસ્ટી ક્રીસ્પી "ગ્રીલ ચીઝી ગાર્લિક મસાલા પાવ" જે બનાવવા માં ખૂબજ સરળ અને ઝટપટ બની જાય છે. તેમજ ખાવામાં ખૂબજ ટેસ્ટી ફ્લેવરફૂલ છે.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (18)