સરગવાનું શાક (drumstick shak recipe in gujarati)

#GA4 #week25 #drumstick
સરગવો હાડકાની મજબૂતી માટે બહુ ઉપયોગી છે. સરગવાની સિઝનમાં સરગવો બધા લોકોએ ખાવો જોઈએ.
સરગવાનું શાક (drumstick shak recipe in gujarati)
#GA4 #week25 #drumstick
સરગવો હાડકાની મજબૂતી માટે બહુ ઉપયોગી છે. સરગવાની સિઝનમાં સરગવો બધા લોકોએ ખાવો જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સરગવાની સિંગને ધોઈને ચારથી પાંચ ઇંચ લાંબા ટુકડા કરો. પછી તેને કુકરમાં એક જ સીટી વગાડી ને બાફી લો.
- 2
ચણાનો લોટ અને છાશને મિક્સ કરો. ચણાના લોટના ગાંઠા ન રહે તે રીતે લોટને ઓગાળો.
- 3
લસણને ફોલી ને ક્રશ કરો. અને ક્રશ કરેલા લસણમાં જ લાલ મરચું પાઉડર નાખીને ફરીથી ક્રશ કરો.
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, હળદર પાઉડર નાખો અને પછી તેમાં લસણ અને મરચું પાઉડર ની પેસ્ટ નાખો અને હલાવો. તેને એક મિનિટ માટે ચઢવા દો.
- 5
- 6
પછી તેમાં ચણાના લોટનું મિશ્રણ નાખો. જરૂર પડે તો થોડું પાણી રેડો અને એક મિનિટ માટે ચઢવા દો. અને બાકીનો બધો મસાલો કરી દો.
- 7
સરગવાને કાણાવાળા બાઉલમાં નિતારી લો. પછી કડાઈમાં સરગવો નાખો. પછી બધું મિક્સ કરીને બે મિનિટ માટે ચઢવા દો.
- 8
તૈયાર છે સરગવાનું શાક... તેને ભાખરી સાથે ખાવાથી બહુ મસ્ત લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes



























ટિપ્પણીઓ (2)