મૈસુર ચીઝ ઓનીયન રવા ઢોસા (Mysore Cheese Onion Rava Dosa Recipe In Gujarati)

મૈસુર ચીઝ ઓનીયન રવા ઢોસા (Mysore Cheese Onion Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવો અને ચોખાના લોટને મિક્સ કરી એમાં દહીં ઉમેરો અને બરાબર હલાવી લો.પછી એમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરીને બેટરી તૈયાર કરો. હવે બેટર ને આપણે દસ મિનિટ માટે સેટ થવા દઈશું. એ પછી એમાં ઝીણી સમારેલી ડુંગળી, મરચાં, જીરું, મીઠું અને કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરીને બેટર તૈયાર કરો.
- 2
હવે એક નોનસ્ટિક તવા ને ગરમ કરો બરાબર ગરમ થઈ જાય પછી એના ઉપર ભીનું કપડું ફેરવી લો અને ગેસને ધીમો કરી દો હવે બનાવેલા ઢોસાના ખીરાને તવા પર છાંટો આખા તવા પર સરખુ પથરાય એ પ્રમાણે ઢોસાનું બેટર છાંટીને ઢોસો તૈયાર કરો. હવે એક બાજુથી બરાબર થોડું તેલ નાખીને ચઢવા દો. ચઢવા આવે ત્યારે એના ઉપર મૈસુર ની ચટણી લગાવો અને ઉપરથી થોડું ચીઝ છીણીને નાખો.
- 3
ઢોસો બરાબર ક્રિસ્પી થઈ જાય એટલે એને તવા પરથી ઉતારીને ગરમાગરમ સંભાર અને ચટણી સાથે સર્વ કરો.
- 4
મૈસુર ચટણી માટે ૬-૭ લાલ સુકા મરચા, ૬-૭ કળી લસણ, ૧ ટેબલસ્પૂન દાળીયા કે શીંગ, મીઠું સ્વાદાનુસાર અને ૧/૨ લીંબુનો રસ મીક્સ કરી પીસીને ચટણી તૈયાર કરો.
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (6)