ખમણ ઢોકળા (Khaman Dhokla recipe in Gujarati)

ખમણ ઢોકળા (Khaman Dhokla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કણકી અને ચણાની દાળને પાંચ-છ કલાક માટે પલાણી
તેને મિક્સરમાં પીસી લો
બે-ત્રણ કલાક માટે પલળવા દો - 2
ખીરામાં દહીં આદું મરચાની પેસ્ટ અને મીઠું ઉમેરી હલાવી લો
એક તપેલામાં પાણી ગરમ મૂકો
તેમાં મારો મૂકો
તેના પર તેલ ચોપડીને એક મોટી થાળી ગરમ થવા મૂકો. - 3
એક પહોળા વાસણમાં 1/2વાટકી પાણી 1/2વાટકી તેલ એક ચમચી ખાંડ ભેગુ કરી તેને ફીણો.
ખાંડ ઓગળે એટલે તેમાં 1/2 ચમચી ખાવાનો સોડા કે ઈનો ઉમેરી ખૂબ ફીણો.
તેમાં થાળીમાં સમાય એટલું ખીરુ ઉમેરી ખુબ હલાવો
તેને ગરમ કરવા મૂકેલી થાળીમાં પાથરી દો. - 4
તપેલાને હવા બહાર ન નીકળી જાય તે રીતે ફીટ ઢાંકીને મધ્યમ આંચ પર પંદર વીસ મિનિટ રહેવા દો.
ઢોકળા બરાબર બફાયા છે કે નહીં તે ચપ્પાની અણીએ ખોસીને ચેક કરી લો.
બરાબર બફાઈ જાય એટલે થાળીને બહાર કાઢી લો.
તેના પર કાપા પાડી લો. - 5
કડાઈમાં થોડું તેલ ગરમ કરો
તેમાં રાઈ અને લીલા મરચાં ઉમેરો ્
આ વધાર ને ખમણ ઢોકળા પર રેડો.
તેના પર લીલા ધાણા ભભરાવી ને ગાર્નિશ કરો.
આ ખમણ ઢોકળા અને દહીંની ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- સ્મોકી શાહી પનીર હાંડી બિરયાની (Smokey Shahi Paneer Handi Biryani Recipe In Gujarati)
- કોલ્ડ કોકો (Cold cocoa recipe in Gujarati)
- લોટિયા ભાત (Lotiya Bhat Recipe In Gujarati)
- બ્રાઉની વીથ આઈસક્રીમ (Brownie With Icecream recipe in Gujarati)
- આફ્રિકન મારૂ ના ફેમસ ભજીયા (African Maru Famous Bhajiya Recipe In Gujarati)














ટિપ્પણીઓ