હરિયાળી સાબુદાણા ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સોં પ્રથમ સાબુદાણા ને એક મોટા બાઉલમાં પાણી થી સરસ ધોઈને ચારણી માં એક કલાક માટે ની કોરા કરવા મૂકી દો. બટેકા ને ઝીણા સમારી લેવા.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું, તેલ ગરમ થાય એટલે જીરું અને લીમડાનો વઘાર કરી બટાકા વધારવા. હવે બટાકાને ઢાંકીને ધીમા તાપે ચાર પાંચ મિનિટ માટે ચઢવા દેવા. હવે બટેકા થોડા સોફ્ટ એટલે આદુ-મરચા ની પેસ્ટ અને મીઠું ઉમેરો. બે -ત્રણ મિનિટ માટે પાછું થોડું ચડવા દેવું.
- 3
હવે તેમાં કોરા કરેલા સાબુદાણા,શીંગ દાણાનો ભૂકો, ખાંડ, લીંબુનો રસ ઉમેરી બધું સરસ મિક્ષ કરી લેવું. સાબુદાણાની ખીચડીને ફરી પાછું બે-ત્રણ મિનિટ માટે ચઢવા દો.
- 4
છેલ્લે તેના ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે આપણી હરિયાળી સાબુદાણા ખીચડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14981982




ટિપ્પણીઓ