લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe in Gujarati)

Rasmita Finaviya @Rasmita
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીંબુ ને વચ્ચે થી ચાર ચીરા પાડી દો.હવે એક બરણી મા પાણી મા હળદર ને મીઠું નાખી ને ચીરા પાડેલા લીંબુ નાખી ૧ મહીના સુઘી પલળવા દો.વચ્ચે વચ્ચે હલાવતા રેજો.
- 2
૧ મહીના પછી લીંબુ ને બહાર કાઢી ઝારી મા લઈ લો. હવે એક વાસણ મા ગરમ પાણી મુકો. તેની પર લીંબુ વાળી ઝારી મૂકી ઢાંકી ને ૫ મિનિટ બાફી લો.
- 3
હવે લીંબુ ને એક કપડા પર સૂકવી દો ૧૫ મિનિટ માટે ને તેના બી કાઢી લો.
- 4
હવે એક વાસણ મા લીંબુ,આચાર મસાલો ને ઘાણા ના કુરીયા ને ખાંડ નાખી મિક્ષ કરો.૨ થી ૩ દિવસ તેમા જ રેવા દહીં ને વચ્ચે વચ્ચે હલાવતા રેજો જેથી ખાંડ ઓગળી જાય
- 5
૪થી ૫ દિવસ બાદ તેમા દળેલી ખાંડ નાખી મિક્ષ કરી બરણી ભરી દો.
- 6
બસ તૈયાર છે લીંબુ નું અથાણું...😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14994987












ટિપ્પણીઓ (4)