સેન્ડવીચ માલપુઆ (Sandwich Malpuva Recipe In Gujarati)
#MA
બાલકૃષ્ણ ને રક્ષાબંધન ઉપર આ વાનગી નો ભોગ ધરાવવામાં આવ્યો.
હું ને મારી દીકરી બાલકૃષ્ણ ને રાખડી બાંધી એ છીએ.
મમ્મી ના હાથ ની ટ્રેડીશનલ વાનગી.
સેન્ડવીચ માલપુઆ (Sandwich Malpuva Recipe In Gujarati)
#MA
બાલકૃષ્ણ ને રક્ષાબંધન ઉપર આ વાનગી નો ભોગ ધરાવવામાં આવ્યો.
હું ને મારી દીકરી બાલકૃષ્ણ ને રાખડી બાંધી એ છીએ.
મમ્મી ના હાથ ની ટ્રેડીશનલ વાનગી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચાસણી બનાવવા મૂકી દો ૨૦૦ ગ્રામ ખાંડ એક વાસણમાં લઈ ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરો અને ચાસણી બનાવવા મૂકી દો સાસરી મા 1/2 ચમચી ઇલાયચી પણ એડ કરો ખાંડ ઓગળી જાય અને ચાસણી ચીકાશ પડતી થાય એટલે ગેસ બંધ કરી દો. ચાસણીને ઠંડી કરવા બાજુમાં મૂકી દો.
- 2
હવે એક પહોળા વાસણમાં ચાળેલો મેંદો ઉમેરી. તેમાં 1/2 ચમચી ઈલાયચી પાઉડર ઉમેરી ઠંડી રબડી થી પુડા ના ખીરા જેવો લોટ બાંધો બહુ કઠણ પણ નહીં કે ખૂબ ઢીલો પણ નહી મીડીયમ ખીરું તૈયાર કરો. તેન વાસણને ઢાંકીને એક બાજુ પર મૂકી દો.
- 3
હવે રબડી માટેનું એક લીટર દૂધ માટે માટીનું વાસણ ના હોય તો કોઈપણ વાસણમાં જાડા તળિયાના.દુધ ઉકાળવા મૂકી દો, દૂધ ઉકાળીને 1/2 થાય ત્યારે તેમાં ખાંડ ઉમેરો પાછું તેને જાડુ રબડી જેવું કણીદાર બને એટલે તેમાં જાયફળ ઈલાયચી નાખી ગેસ બંધ કરી લો અને ઠંડુ થવા દો. રૂમ ટેમ્પરેચર પર આવે એટલે આ રબડી ને ફ્રીઝ માં ઠંડુ થવા મૂકી દો, રબડી ને ખુબ જાડી નહિ કરી લેવી. માલપુઆ ઉપર સરખી રીતે રેડી શકાય.તેવી રાખવી.
- 4
હવે એક પહોળા વાસણમાં નોનસ્ટિક પેનમાં ચોખ્ખું ઘી ધીમા તાપે ગરમ કરવા મૂકવું.
- 5
માલપુઆ ના ખીરા ને ચમચાથી હલાવી લો અને ઘી માં ચમચા થી પાથરવા નાના અને સાધારણ જાડા ઉતારવા.
- 6
સાચવીને બન્ને બાજુ થી ગુલાબી રંગ ના તળી લેવા. અને એક ડીશ માં કાઢી લેવા.
- 7
ઠંડા થાય એટલે ચાસણી માં એક એક કરીને મુકો. અને એક મીનીટ પછી સર્વ કરવાની ડીશ માં કાઢી લેવા.
- 8
બે માલપુઆ વચ્ચે બદામ કાજુ પીસ્તા ની કતરણ મુકી ઉપરથી રબડી રેડી કેસર ની કતરણ અને ડ્રાયફ્રૂટ ની કતરણ થી સજાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (4)