કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)

#EB
ગુજરાતી માં કેરી ની સીઝન ચાલતી હોય ધરે ધરે અથાણાં બને અલગ અલગ પ્રકારના. છૂંદો પણ બને જે તડકામાં બનાવવામાં આવે છે. મારા સન નુ ફેવરિટ છે 😁😆... આ મારા સાસુ ની રેસીપી છે. મારા સાસુ બહુ જ સરસ અને પરફેક્ટ બનાવે છે.
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB
ગુજરાતી માં કેરી ની સીઝન ચાલતી હોય ધરે ધરે અથાણાં બને અલગ અલગ પ્રકારના. છૂંદો પણ બને જે તડકામાં બનાવવામાં આવે છે. મારા સન નુ ફેવરિટ છે 😁😆... આ મારા સાસુ ની રેસીપી છે. મારા સાસુ બહુ જ સરસ અને પરફેક્ટ બનાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કેરી લઈ ને તેને ધોઈ લેવી. પછી તેની બરાબર છાલ કાઢી લેવી. કેરીનું છીણી થી લાંબુ છીણી લેવું. અને છીણ ને એક તપેલીમાં ભરી ને તેનું માપ કરી લેવું. છીણ ના માપ જેટલી સાકર પહેલા મિક્સ કરવાની હોય છે. કારણકે કેરીના છીણ ની ખટાશ મુજબ સાકર જલ્દી ઓગળી જશે. હવે આ માંપેલું છીણ એક મોટી તપેલીમાં લઈને તેમાં મીઠું અને હળદર એડ કરીને બરાબર હલાવી લેવું. ૩-૪ કલાક એમજ રેસ્ટ કરવા રાખવું.
- 2
૩-૪ કલાક પછી તેમાં ખટાશ મુજબ કેરીનું પાણી છૂટશે.અને પછી તેમાં કેરીના છીણ જેટલી સાકર ઉમેરવી.સાકર એડ કર્યા પછી બરાબર હલાવવું. અને એક રાત માટે ઢાંકીને રાખવું. બીજા દિવસે સવારે હલાવી લેવું. બધી સાકર ઓગળી જશે.
- 3
પણ હજી છૂંદો ખાટો હોય એટલે તેમાં સાકર નાખવી જરૂરી છે. તો આ સાકર આખી નાખવાથી ઓગળશે નહીં. માટે સાકરને મિક્સરમાં પીસીને, ચાળીને ઉમેરવી. અને એક દિવસ રાખી બરાબર હલાવી લેવું. સાકર છીણ સાથે બરાબર મિક્સ થઈ જાય.પછી એને તડકામાં મૂકવાનું ચાલુ કરવું.
- 4
જો તડકો બરાબર હોય તો ૮ થી 10 દિવસમાં છૂંદો થઈ જશે. હંમેશા એકવાર ચમચાથી હલાવવુ. દસ દિવસમાં છીણ ચડી જશે. અને ચાસણી થઈ જશે. એટલે છુંદો એક દિવસ ઘરમાં ઠંડો થવા દેવો.છૂંદો ઠંડો થઈ જાય પછી બીજા દિવસે તેમાં માપ મુજબ કાશ્મીરી મરચું, હીંગ અને જીરું, હાથેથી મસળી ને છુંદા મા એડ કરી દેવું.એક દિવસ બરાબર બધું મિક્સ થઈ જાય એટલે પછી તેની કાચ ની બોટલ અથવા ચીનાઈ માટી ની બરણી માં ભરી દેવો.
- 5
આખું વરસ તમે લઈ શકશો.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (9)