પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)

#PS
#cookpadindia
#cookpadgujarati
એકદમ રેકડી માં મળે તેવી તીખી,મીઠી અને ચટપટી પાણીપુરી મારા ઘરે બધાની ફેવરિટ છે સાથે મેહમાન ની ડિમાન્ડ આગાઉ થી પાણી પૂરી બનાવવા ની હોય છે.
મીઠી ચટણી મારી રેસિપી પ્રમાડે ૬ મહિના સુધી સ્ટોર કરી શકાય.હું સ્ટોર કરું છું અને ફ્રીઝર માં રાખું છું.ટેસ્ટ એકદમ સરસ આવે છે સાથે સમય બચે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા ૬ કલાક પલાળી રાખો.પછી કૂકર માં બાફતી વખતે હળદર અને મીઠું એડ કરવું.અને ૫ થી ૭ સીટી વગાડવી. એક કડાઈ માં તેલ લો.તેમાં જીરું અને હિંગ ઉમેરવું.પછી બાફેલા વટાણા એડ કરવા.પાણી અને મીઠું જરૂર મુજબ એડ કરવું.અને ઉકળવા દેવું.રગડો તૈયાર છે.
- 2
બટાકા નાં મસાલા માટે ઉપર મુજબ સામગ્રી એડ કરવી.મસાલો રેડી છે.હાથે થી થોડું મેશ કરવું.ટેસ્ટ વધારે આવશે.
- 3
તીખા પાણી માટે એક મિકસી જાર માં ફુદીનો,કોથમીર,મરચા,આદુ અને લીંબુ નો રસ અને મીઠું નાખીને પીસી લેવું.હવે એક બાઉલ માં ઠડું પાણી લો.તેમાં આપડે પેસ્ટ બનાવી તે એડ કરવી.પાણી પૂરી મસાલો, સંચર, સેકેલુ જીરું એડ કરવું.અને હલાવવું.જ્યારે જમવા બેસીએ ત્યારે ખારી બૂંદી એડ કરવી.
- 4
મીઠી ચટણી માટે ખજૂર અને આંબલી ને ૫ કલાક માટે પલાળી રાખો.પછી મિક્સર જાર માં થોડું પાણી નાખી ને પીસી લેવું.પછી ગઈની થી ગાડી લેવું.હવે એક તપેલા માં ૧ કપ જેટલું પાણી એડ કરવું અને ગોળ એડ કરવો.ગોળ ની એક તાર જેવી ચાસણી કરવી અને આપડું મિશ્રણ એડ કરવું.એકદમ ધીમા ગેસ ઉપર બોયલ કરો.એકદમ ઠરી જાય પછી લાલ મરચું,ગરમ મસાલો અને વિનેગર એડ કરવું.
- 5
પાણી પૂરી ને ભરો.અને કાંદા,સેવ,બંને પાણી તીખા અને મીઠા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)