મટર કચોરી (Matar Kachori Recipe In Gujarati)

હવે તો વટાણાં દરેક ઋતુમાં સરળતાથી મળી રહે છે. શાક ઉપરાંત તેમાંથી ઘણી વાનગી બનાવી શકાય છે. આ કચોરી માટે તાજા વટાણાનો ઉપયોગ કરવાથી કચોરી સરસ બને છે તેથી ફ્રોજન વટાણા ન લેવાં.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદાના લોટમાં મીઠું અને મોણ નાખીને બરાબર મિક્સ કરવું. ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખીને રોટલી જેવો લોટ બાંધી લેવો. લોટ કઠણ હશે તો કચોરી બરાબર નહીં બને. લોટને ૩૦ મીનીટ સુધી ઢાંકીને રાખવો. ત્યારબાદ બરાબર કુણવી લેવો.
- 2
હવે વટાણા ફોલીને ધોઈ લેવા. ત્યારબાદ તેમાં લીલાં મરચાં, લસણ અને આદુ નાખીને મિક્સરમાં પાણી નાખ્યા વગર ક્રશ કરી લેવાં.
- 3
હવે તેલ ગરમ કરી તેમાં ગરમ મસાલો નાખીને તરત જ વટાણાનું મિશ્રણ નાખવું અને મીઠું નાખીને બરાબર મિક્સ કરવું. ૫/૭ મીનીટ ધીમા તાપે ચડવા દેવું. વચ્ચે હલાવતા રહેવું. ત્યારબાદ ગેસ બંધ કરીને ઠંડું થવા દેવું.
- 4
હવે લોટમાંથી લુવા બનાવીને નાની પૂરી વણી તેમાં વટાણાનું પૂરણ મુકીને વાળી લેવી. ફરીથી હળવા હાથે વણી લેવી. આ રીતે બધી કચોરી તૈયાર કરી લેવી.
- 5
- 6
હવે લોયામાં તેલ ગરમ કરીને કચોરી તળી લેવી. ગેસની આંચ તેજ રાખવી. ધીમી આંચે તળવાથી કચોરી ફાટી જશે.
- 7
મટર કચોરી બટેટાનાં મસાલેદાર અને રસાદાર શાક સાથે પીરસવી.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)