ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

#EB
#Week12
#Coopadgujrati
#CookpadIndia
Dragan potato
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB
#Week12
#Coopadgujrati
#CookpadIndia
Dragan potato
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને સમારી ને સરસ ચોખ્ખા પાણીમાં 2-3 વાર ધોઇ લો. હવે તેને એક કપડાં માં કોરા કરી લો. પછી એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો પછી તેમાં મીઠું નાખી ને બટેટાની ચિપ્સ ને પાર બોઈલ કરી લો. પછી તેને એક ચારણી મા કાઢી લો.
- 2
હવે એક વાસણમાં કોર્ન ફ્લોર અને મેંદાનો લોટ લઈ તેમાં ચીલી ફ્લેકસ, ઓરેગાનો, તીખા ની ભૂકી અને મીઠું નાખી જરૂર મુજબ પાણી ઉમેરાતાં જવાનું અને સ્લરી તૈયાર કરો. હવે તૈયાર કરેલી સ્લરી માં બટાકા ની ચિપ્સ નેડીપ કરી લો. અને એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડીપ કરેલી ચિપ્સ ને તળી લો. લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળો. પછી તેને એક ડીશ માં લઈ લો. આવી રીતે બધી ચિપ્સ તળી લો.
- 3
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો પછી તેમાં કેપ્સીકમ નાખો તેને 2 મિનિટ સાંતળો પછી તેમાં આદું, મરચાં અને લસણ ની પેસ્ટ નાખીને થોડીવાર સાંતળો પછી તેમાં બધાં સોસ નાખી દો અને બરાબર મિક્સ કરી લો.
- 4
હવે તેમા તૈયાર કરેલ બટાકા ની ચિપ્સ નાખો અને બધું બરાબર મિક્સ કરી લેવાનું. પછી 5 મિનિટ સુધી રહેવા દો. પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે ડ્રેગન પોટેટો.
- 5
હવે તેને ગરમ ગરમ સર્વ કરો.
- 6
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (12)