પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)

પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચીલા નુ બેટર બનાવાની રીત: સૌ પ્રથમ એક બાઉલ કે તપેલીમાં બેસન ને ચારણી વડે ચાળી લો. ત્યાર બાદ એમાં હળદર, મીઠું, અજમો, લાલ મરચું પાઉડર ઉમેરી ને મિક્સ કરો. હવે, જરુર પ્રમાણે પાણી નાખી ને સ્મૂથ બેટર તૈયાર કરી ને ૩૦ મિનિટ ઢાંકી ને રહેવા દો.
- 2
વેજિટેબલ સ્ટફિંગ બનાવાની રીત: એક પેન માં તેલ ગરમ કરી તેમાં આદુ ની પેસ્ટ ઉમેરી ને સાતડો. પછી ઝીણું સમારેલુ ગાજર, કેપ્સીકમ, ડુંગળી, ટામેટુ, કોબીજ બધું વારાફરતી ૨ મિનિટ સાતડો.
- 3
ત્યાર પછી, તેમાં હળદર, મીઠું, લાલ મરચું પાઉડર, મરી પાઉડર, ગરમ મસાલો નાખી ને મિક્સ કરો. હવે છીણેલુ પનીર ઉમેરી ને બરાબર મિક્સ કરો. અને અંતે લીલા ધાણા થી ગારનીશ કરો
- 4
પનીર ચીલા બનાવાની રીત: એક નોન સ્ટીક પેન ગરમ થયા પછી એક ચમચો ચીલા નું બેટર લઇને ગોળ ગોળ ડાયરેકશન મા પાથરીને ૧ મિનિટ પછી કીનારી પર તેલ લગાવીને બંને બાજુ શેકવા. હવે એક બાજુ ચીલા નુ વેજિટેબલ સ્ટફિંગ પાથરીને ફોલ્ડ કરો.
- 5
તો તૈયાર છે પનીર ચીલા. તેને લીલા ધાણા ની ચટણી, નારીયેળ ની ચટણી કે દહીં સાથે ખાઇ શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ (8)