થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)

Bhavna C. Desai @bhavnacdesai
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખાંડ બે ભાગ માં કરી લેવી દૂધ ને ગરમ કરી ઉભરો આવે એટલે તેમાં 1/2ખાંડ નાખી થોડીવાર ઉકાળવું
- 2
ત્યારબાદ લીંબુ ના રસ માં થોડું પાણી નાખી ધીમે ધીમે ઉકળતા દૂધ માં નાખતાં જવું અને હલાવતાં જવું દૂધ ફાટી જશે 1/2ખાંડ ને ગરમ કરવી જેથી બ્રાઉન કલર ની ચાસણી જેવું થશે
- 3
આ બ્રાઉન કલર ની ખાંડ ની ચાસણી ને ધીમે ધીમે ફાટેલા દૂધ માં નાખવી અને હલાવતાં જવું સતત હલાવતાં રહેવું ધીમે ધીમે બધું પાણી બળી જશે અને કલર પણ બ્રાઉન જેવો થતો જશે
- 4
એકદમ માવા જેવું ઘટ્ટ થાય જશે પછી તેમાં ઇલાયચી પાઉડર નાખી હલાવી ઠંડુ થવા દેવું
- 5
ઠંડુ થાય પછી નાના પેંડા નો આકાર આપી ને ઉપર બદામ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી થાબડી પેંડા સર્વ કરવા ખૂબ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15418696
















ટિપ્પણીઓ (21)